તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્જરી:વડોદરામાં 12 લાખના ડિબ્રાઇડર મશીનથી મ્યૂકોરમાઇકોસિસના 3 દર્દીની આંખના ડોળા સુરક્ષિત રાખી ફૂગ દૂર કરાઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 હજાર RPM પર ફરતી મશીનની બ્લેડ 10 મિમી જેટલા ભાગમાંથી ફૂગને કાપી ખેંચી કાઢે છે

મ્યૂકોરમાઇકોસિસની સારવારમાં આંખના ડોળાને સલામત રાખતું ડિબ્રાઇડર મશીન ગોત્રી હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. મશીનથી સાવચેતીપૂર્વકની અને વધુ ચોક્કસ ભાગને જ કાઢવો હોય તેના માટે તે આશીર્વાદરૂપ છે. રૂા. 12 લાખના આ મશીનની ખાસિયત તેની 5 હજાર આરપીએમ પર ફરતી બ્લેડ છે, જે 10 મિમી જેટલા ઓછા ભાગમાંથી ફૂગને કાપીને ખેંચી કાઢે છે. જેથી આંખના ડોળા બચાવી શકાય છે, સાથે જ દર્દીની દૃષ્ટિ ભલે ચાલી ગઇ હોય પણ ચહેરાની સુંદરતા તે યથાવત્ રાખે છે.

ગોત્રી હોસ્પિટલના ડો. હિરેન સોનીએ જણાવ્યું કે, ‘ડિબ્રાઇડર ચલાવતી વખતે હાથ એક સેકન્ડ માટે પણ ખસી જાય તો આખી સર્જરી ફેઇલ થઇ શકે છે. તેથી મશીન ચલાવતાં ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. કેમ કે આ મશીનની બ્લેડ થ્રેસરની જેમ સ્નાયુઓ કાપે છે અને એ જ સમયે ખેંચે પણ છે. આ મશીનની ટેક્નોલોજી જૂની છે પણ તેને ચલાવવા માટે બહોળો અનુભવ જોઇએ.’ અત્યાર સુધી 3 દર્દીઓની આંખના ડોળા આ મશીન વડે સલામત રાખી ચહેરાની સુંદરતા પૂર્વવત રાખી શકાઇ છે.આ મશીન નાકની સર્જરીમાં વપરાય છે પણ આંખની સર્જરી માટે મ્યૂકોરમાઇકોસિસમાં તેનો ઉપયોગ વધ્યો છે.

ડિબ્રાઇડર 3 ભાગમાં હોય છે

  • કોન્સોલ : આ ડિબ્રાઇડરનો મુખ્ય ભાગ છે, જેમાં મશીન કેટલા આરપીએમ પર ચાલે છે તેની નોંધ થાય છે અને તેનો આંક પણ બતાવે છે.
  • ફૂટ સ્વિચ : આ સ્વિચ વડે આરપીએમને નિયંત્રિત કરી શકાય છે.
  • હેન્ડ પીસ : આ પીસમાં આગળના ભાગે બ્લેડ હોય છે અને સાથે સક્શન માટેનુું છીદ્ર પણ હોય છે, જેથી ફૂગનો ભાગ કાપવાની અને ખેંચવાની બંને પ્રક્રિયા એક સાથે થાય છે.
અન્ય સમાચારો પણ છે...