નિર્ણય:પૂર્વ વિસ્તારના 11 ગામને પાણી આપવા 117 કરોડનો ર્ખચ કરાશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વુડાના પૂર્વ વિસ્તારના 11 ગામોને સરદાર સરોવર નર્મદા નિગમની રામેશરા બ્રાન્ચ કેનાલમાંથી વધુ 10 એમએલડી પાણી લઇને ટીમબી તળાવ પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી તેનું નેટવર્ક ઊભું કરવા માટે 117 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મૂકાયો છે અને તેને લગતો ડીપીઆર પણ તૈયાર થયો છે.

વુડાના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની કાયમી સુવિધા માટે સરદાર સરોવર નર્મદા નિગમ માંથી મળનારા 10 એમ એલડી એટલે કે 1 કરોડ લીટર પાણી માટે નિમેટા માંથી પાણી આપવાની મંજૂરી મળે તો તેના માટે થનારા ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ હતી. નિમેટા માંથી પાણી મળે તે માટે મંજૂરી અપાવવા અથવા મંજૂરી ન આવે તો રામેશરા પાઇપલાઇનમાંથી પાણી લાવવાની કામગીરી માટે વધારાના ખર્ચાના પણ જોગવાઈ કરવાનું અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું.

પૂર્વ વિસ્તારના હનુમાનપુરા, જેસંગપુરા,આમોદર, સિકંદરપુરા, બાકરોલ,શ્રીપોર ટીમબી, પવલપુર, સયાજીપુરા, અણખોલ, ખંટબા, શંકરપુરા ગામને વધુ 10 એમ એલ ડી પાણી આપવા માટે ટીમબી તળાવ પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી ત્યાં નેટવર્ક પ્રોજેકટની કામગીરી કરવા માટે રૂ.117 કરોડનો ડીપીઆર બનાવ્યો છે અને તેના આધારે ટેન્ડર મંગાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...