રોગચાળો:શહેરમાં ડેન્ગ્યૂના 115 શંકાસ્પદ કેસ નોંધાયા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિવિધ વિસ્તારમાં 12 હજારથી વધુ ઘરમાં ફોગિંગ કરાયું

શહેરમાં રોગચાળો ફરી એક વખત વકરી રહ્યો છે. ખાનગી હોસ્પિટલોના આંકડા કરતાં કોર્પોરેશનના આંકડા ફરી એક વખત ઓછા હોવાનું જણાય છે તેમ છતાં કોર્પોરેશનની જાહેર કરેલા ડેંન્ગ્યુ પોઝિટિવ આંકડા જોઈએ તો ડેન્ગ્યુના 115 કેસ નોંધાયા હતા જે પૈકી 15 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારમાં 12041 મકાનમાં ફોગીગ કરી મચ્છર ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શુક્રવારે 264 ટિમ બનાવી 268 વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 20 કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર ચકાસણી કરવામાં આવી હતી. જો કે એક પણ જગ્યાએથી મચ્છરના પોરા મળ્યા ન હતા.ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના પ્રમુખ અને બાળ રોગ નિષ્ણાત પરેશ મજમુદારે જણાવ્યું હતું કે, શહેરમાં ડેન્ગ્યુ અને વાયરલ બંનેનો વાવર ચાલી રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...