• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 1.15 Lakh Worth Of Opium marijuana Seized From A Room Adjacent To A Religious Place In Vadodara's Limda Village, Arresting Youth And Working Class

નશાનો કારોબાર:વડોદરાના લીમડા ગામમાં ધાર્મિક સ્થળની બાજુમાં આવેલી ઓરડીમાંથી 1.15 લાખનો અફીણ-ગાંજો ઝડપાયો, યુવા અને મજૂરીયાત વર્ગ બંધાણી

વડોદરા23 દિવસ પહેલા
વડોદરા જિલ્લા એસ.ઓ.જી.એ વાઘોડિયાના લીમડા ગામ ખાતેથી અફીણ-ગાંજા સાથે એકની ધરપકડ કરી.
  • યુવાવર્ગને ખોખલું કરી રહેલા શખ્સની જિલ્લા એસ.ઓ.જી. દ્વારા ધરપકડ

વડોદરા જિલ્લા એસઓજી દ્વારા વાઘોડિયા તાલુકાના લીમડા ગામમાં અફીણ અને ગાંજાનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી ધાર્મિક સ્થળની બાજુમાં આવેલી ઓરડીમાં રહેતો અને અફીણ અને ગાંજાની પડીકીઓ વેચતો હતો. ધાર્મિક સ્થળની બાજુમાં આવેલી ઓરડીમાં રહીને અફીણ-ગાંજાના વેચાણનો જિલ્લા એસ.ઓ.જી.એ પર્દાફાશ કરતા ચકચાર મચી ગઇ હતી.

ધાર્મિક સ્થળની બાજુની ઓરડીમાંથી વેચાણ થતું હતું
છેલ્લા કેટલાંક સમયથી વડોદરા જિલ્લામાંથી ડ્રગ્સ, અફીણ, ગાંજો જેવા નશીલા પદાર્થો પકડાઇ રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને નશાથી દૂર રહે તેમજ યુવા ધન બરબાદ થતું અટકાવવા માટે અલગ અલગ ટીમો બનાવી જિલ્લા એસ.ઓ.જી. દ્વારા ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન જિલ્લા એસ.ઓ.જી. ટીમને માહિતી મળી હતી કે, વાઘોડિયા તાલુકાના લીમડા ગામ પાસે આવેલા એક ધાર્મિક સ્થળની બાજુમાં આવેલી ઓરડીમાં રહેતા એક શખ્સ દ્વારા અફીણ અને ગાંજાની પડીકીઓ બનાવીને વેચવામાં આવી રહી છે.

ઝડપાયેલો અફીણ-ગાંજાનો જથ્થો.
ઝડપાયેલો અફીણ-ગાંજાનો જથ્થો.

યુવા વર્ગ અને મજૂરીયાત વર્ગ બંધાણી
જિલ્લા એસ.ઓ.જી.એ બાતમીના આધારે વાઘોડિયા તાલુકાના લીમડા ગામ ખાતે ધાર્મિક સ્થળની બાજુની ઓરડીમાં દરોડો પાડી રૂપિયા 74,500 ની કિંમતનો 745 ગ્રામ અફીણ અને રૂપિયા 8000 ની કિંમતનું 800 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 1,15,660ની કિંમતના અફીણ-ગાંજા સાથે વેચાણ કરનાર કોમલ કુમાર ઉર્ફે સોનુ મોતીલાલ પાટીદારની ધરપકડ કરી હતી. કહેવાય છે કે, અફીણ-ગાંજાનો ધંધો કરનાર કોમલકુમાર ઉર્ફ સોનુ છેલ્લા ઘણાં સમયથી અફીણ-ગાંજાનું વેચાણ કરતો હતો. આ અફીણ અને ગાંજો યુવા વર્ગ અને મજૂરીયાત વર્ગ બંધાણી હોવાનું જાણવા મળ્યું હતું.

વાઘોડિયા પોલીસ મથકમાં ત્રણ વિરૂધ્ધ ફરિયાદ
જિલ્લા એસ.ઓ.જી. પી.આઇ. જે.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લા એસ.ઓ.જી.એ અફીણ 745 ગ્રામ, 800 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન, રોકડ, વજન કાંટો મળી કુલ્લે રૂપિયા 1,15,660 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આ બનાવ અંગેની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાવી હતી. વાઘોડિયા પોલીસે એન.ડી.પી.એસ. હેઠળ કોમલ કુમાર ઉર્ફે સોનુ મોતીલાલ પાટીદાર (હાલ રહે. લીમડા ગામ, વાઘોડિયા (મૂળ રહે. મધ્યપ્રદેશ ) તેમજ કોમલકુમારને અફીણનો જથ્થો વેચાણ આપનાર ફન્ટુલાલ જગન્નાથજી પાટીદાર ( રહે રણાપરા એમ.પી) અને ગાંજા નો જથ્થો આપનાર બાપુ નામના શખ્સ (રહે કોડીનાર એમ પી) વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...