પાલિકાની ખોરાકી શાખાની ટીમો તહેવારો આવતાં સતર્ક થાય છે. હોળી-ધુળેટી પર્વ પૂર્વે ધાણી, ખજૂર, ચણા સહિતની ચીજ-વસ્તુઓનું વેચાણ કરતા દુકાનધારકો અને લારી પર ચેકિંગ કરાયું હતું. 114 નમૂના લઈ તેને પૃથક્કરણ માટે લેબોરેટરી માટે મોકલ્યા હતા. હોળી અને ધુળેટીને પગલે ધાણી, ખજૂર, ચણા, હારડા, ઘઉંની સેવ સહિતની વસ્તુઓનું વેચાણ થાય છે.
જેમાં દુકાનો સહિત શહેરમાં ઠેરઠર તંબુ તાણી વેચાણ કરાય છે. આ ખાદ્ય પદાર્થો આરોગવા લાયક છે કે નહીં તે માટે પાલિકાની ખોરાકી શાખા ચેકિંગ કરે છે. પાલિકાની ટીમોએ પાણીગેટ, ફતેગંજ સદર બજાર, આયુર્વેદિક ત્રણ રસ્તા, ગોરવા, ફતેપુરા, ચોખંડી, કડક બજાર સહિતના વિસ્તારમાં 25 દુકાનો તેમજ 38 લારી, પથારા પર ચેકિંગ કર્યું હતું. જ્યાંથી 124 નમૂના લઇ લેબોરેટરીમાં મોકલી સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી.
ફૂડ સેફ્ટીનું લાઇસન્સ 1 વર્ષનું જ મળશે
FSSAIએ ફૂડ સેફ્ટીના લાયસન્સ અને રજીસ્ટ્રેશન માટે લાઈસન્સની અરજી વખતે રૂ.1000 અને ત્યારબાદ બાકીની ફી ભરવાનો નિયમ જાહેર કર્યો છે. પ્રક્રિયામાં રીન્યુઅલ 1 વર્ષ માટે થશે. ચકાસણી કે મંજૂરી વિના લાઇસન્સ મળશે. અરજી 1થી 5 વર્ષ સુધીની જ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.