તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • 113 More Positive, 86 More Patients Discharged In Last 24 Hours, Total Cases: 18,801, One More Death Toll 227, Total 17,320 Patients Recovered

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:છેલ્લા 24 કલાકમાં વધુ 113 પોઝિટિવ, વધુ 86 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ18,801, વધુ એક મૃત્યુ થતાં મૃત્યુઆંક 227, કુલ 17,320 દર્દી રિકવર થયા

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન લેવાયેલા 4026 સેમ્પલ પૈકી 113 પોઝિટિવ અને 3913 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 113 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 18,801 પર પહોંચી ગયો છે અને વધુ એક મૃત્યુ થતાં મૃત્યુઆંક 227 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 86 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 17,320 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1254 એક્ટિવ કેસ પૈકી 161 દર્દી ઓક્સિજન પર અને 64 દર્દી વેન્ટિલેટર પર છે અને 1029 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 5715 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 18,801 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2820, પશ્ચિમ ઝોનમાં 3031, ઉત્તર ઝોનમાં 3791, દક્ષિણ ઝોનમાં 3408, વડોદરા ગ્રામ્યમાં 5715 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આજે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
કપુરાઈ, ગોરવા, દિવાળીપુરા, ગોકુલનગર, દંતેશ્વર, સુભાનપુરા, ગાજરાવાડી, અકોટા, છાણી, વડસર, કિશનવાડી, માણેજા, કારેલીબાગ, આજવા રોડ, નવાયાર્ડ, મકરપુરા
ગ્રામ્યઃ કોયલી, ભાયલી, શિનોર, વાઘોડિયા, સાવલી, પોર, પાદરા, કરજણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો