વડોદરા / છેલ્લા 2 મહિનામાં લોકડાઉનનો ભંગ કરનાર 11 હજાર લોકોની ધરપકડ, પોલીસે 20 હજાર વાહનો ડિટેઇન કરીને દંડ વસુલ્યો

X

  • લોકડાઉનમાં મોર્નિંગ વોકમાં નીકળેલા 13 વ્યક્તિઓ સહિત 137 ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી
  • વડોદરા પોલીસે સીસીટીવીની મદદથી 48 લોકોના વાહનો ડિટેઇન કર્યાં

જીતુ પંડ્યા

જીતુ પંડ્યા

May 23, 2020, 07:03 PM IST

વડોદરા. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં વડોદરા પોલીસે લોકડાઉનનો ભંગ કરનાર 11 હજાર જેટલા લોકોની ધરપકડ કરી છે. અને 20 હજાર જેટલી વાહનો ડિટેઇન કરીને દંડની વસુલાત કરવામાં આવી છે.
લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે
22 માર્ચથી કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. હાલમાં લોકડાઉનનો ચોથો તબક્કો પસાર થઇ રહ્યો છે. ચાર તબક્કામાં કરવામાં આવેલા લોકડાઉનનો વડોદરા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે. અને લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા લોકડાઉનનો ભંગ કરનારની ધરપકડ કરવામાં આવે છે. અને તેઓનું વ્હીકલ ડિટેઇન કરવામાં આવે છે. પોલીસ તંત્ર દ્વારા દંડનીય રકમની વસુલાત કર્યાં પછી વ્હીકલ પરત આપવામાં આવી રહ્યા છે.
ટ્રાફિક ACP કહે છે કે, લોકડાઉનમાં બહાર નીકળતા લોકોમાંથી સૌથી વધુ આરોગ્યલક્ષી કારણ બતાવતા હતા
ટ્રાફિક એ.સી.પી. અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો વિવિધ બહાના હેઠળ લોકડાઉનમાં નીકળતા હતા. જેમાં સૌથી વધુ આરોગ્યલક્ષી કારણ બતાવતા હતા. પરંતુ, પોલીસ તંત્ર દ્વારા જે વ્યક્તિનું કારણ વ્યાજબી જણાય તેવાને જ તેના કામ માટે જવા દેતા હતા. બાકીના સામે કાર્યવાહી કરવામાં આવે છે. કેટલાક લોકો લોકડાઉનમાં લટાર મારવા નીકળી પડતા હતા., તેવા લોકોની પણ લોકડાઉન ભંગ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. 55 દિવસના લોકડાઉનમાં વડોદરા પોલીસ તંત્ર દ્વારા 10,956 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને 19,954 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.
મોર્નિંગ વોકમાં નીકળેલા 13 વ્યક્તિઓ સહિત 137 ગુનો નોંધી કાર્યવાહી કરાઈ
20 હજાર જેટલા ડિટેઇન કરવામાં આવેલા વાહનોમાં 48 વાહનો સીસીટીવીની મદદથી ડિટેઇન કરવામાં આવ્યા છે. આ વાહનચાલકો એકથી વધુ વખત વિવિધ કારણોસર બહાર નીકળ્યા હતા. જે સીસીટીવી કેમેરામાં કેદ થતા તેઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન મોર્નિંગ વોકમાં નીકળેલા 13 વ્યક્તિઓ સહિત 137 ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
માસ્ક પહેર્યા વગર નીકળનાર અને જાહેર માર્ગો ઉપર થુંકનાર સામેની કાર્યવાહી યથાવત 
પોલીસ તંત્ર દ્વારા ચોથા લોકડાઉનમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. જોકે, છૂટછાટને પગલે લોકડાઉન ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ, માસ્ક પહેર્યા વગર નીકળનાર, જાહેર માર્ગો ઉપર થુંકનાર, તેમજ બે સવારી જનાર વાહન ચાલકો સામેની કાર્યવાહી ચાલુ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી