મે મહિનામાં વેકેશનમાં ફરવા જનારા લોકો માટે ફ્લાઇટ રદ થવાનો સીલસીલો ફરી શરૂ થતાં મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે.વડોદરાના કથાકાર અને અન્ય મુસાફરોની મે મહિનાની 2 અને 3 તારીખની ગુવાહાટીથી વડોદરા વાયા દિલ્હીની ફ્લાઈટનું ટિકિટ બુકિંગ થયા બાદ અચાનક ગુવાહાટી દિલ્હીની ફ્લાઇટ રદ થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ગુવાહાટીથી દિલ્હીના 2 ટિકિટના રૂા.9500 લેખે જાન્યુઆરીમાં બુકિંગ કરાવનાર મુસાફરોની ફ્લાઈટ રદ થઈ હોવાનું એરલાઇન્સ દ્વારા જણાવાયું છે. જેને પગલે તેમને રિફંડ અને અન્ય ફ્લાઈટનો શિડ્યૂલ આપવાની ઓફર કરાઈ છે. જોકે અન્ય ફ્લાઈટનો શિડ્યૂલ લે તો દિલ્હીથી વડોદરાની ફ્લાઈટ 9-15 વાગે ઉપડે છે, જ્યારે ગુવાહાટીથી દિલ્હીની ફ્લાઈટ 9:30 વાગે દિલ્હી પહોંચે છે, જેથી તે ઓપ્શન લઈ શકાય તેમ નથી. જ્યારે રિફંડ લે તો ટિકિટના ભાવ પ્રત્યેક વ્યક્તિના 11 હજાર ગુવાહાટી દિલ્હીના થયા છે.
ફ્લાઇટ રદ થતાં 180 મુસાફરો અટવાય
ઓપરેશનલ કારણથી ફ્લાઇટ રદ કરવામાં આવી છે, તેવું એર લાઇન્સ દ્વારા એક લીટીમાં જણાવાયું છે. પરંતુ એક ફ્લાઇટ રદ થતાં 180 મુસાફર અટવાતા હોય છે. વડોદરાના સાત મુસાફરો માટે હવે વધુ પૈસા ખર્ચવાનો વખત આવ્યો છે. - આલોક ઠક્કર , ટુરઓપરેટર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.