બીઈંગ બ્લાઈંડ બીઈંગ સ્ટ્રોંગર અભિયાન:1100 પ્રજ્ઞાચક્ષુને VYO દ્વારા સ્માર્ટ સ્ટિક અપાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના કાર્યક્રમ CM વિશેષ ઉપસ્થિત રહ્યા
  • સૌરાષ્ટ્રના​​​​​​​ પૂરગ્રસ્તો માટે રૂા. 5 લાખ અપાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિન નિમિત્તે અને દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે વડોદરાના વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન દ્વારા અમદાવાદના શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે 1100 પ્રજ્ઞાચક્ષુને નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સેન્સર બેઝ્ડ સ્માર્ટ સ્ટિક અપાઈ હતી.

આ ઉપરાંત વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહારાજની પ્રેરણાથી હાલમાં સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારો, જેમાં પણ જામનગર જિલ્લામાં પૂરની સ્થિતિમાં લોકોને રાહત પહોંચાડવાના કાર્યમાં વીવાયઓ પંચામૃત પ્રોજેક્ટ અંતર્ગત 5 લાખ મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં અર્પિત કરાયા છે. જ્યારે વૈષ્ણવાચાર્ય દ્વારા રૂા.5 લાખનો ચેક મુખ્યમંત્રીને અપાયો હતો.

ઉલ્લેખનિય છે કે, વીવાયઓ સંસ્થા વિશ્વના 15 દેશો અને ભારતનાં 46 શહેરોમાં કાર્યરત છે. વીવાયઓ દ્વારા c થોડા મહિના પહેલાં જ કાર્યરત કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત 18 કરોડના ખર્ચે ભારતના 1 લાખ પ્રજ્ઞાચક્ષુઓને સેન્સર બેઝ્ડ સ્માર્ટ સ્ટિક આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...