તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકની પ્રતિભા:વડોદરામાં 11 વર્ષના પ્રિન્સે 9 મહિનામાં 9 વીડિયો સોંગ રીલિઝ કર્યાં, વર્લ્ડ બુક ઓફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પિતા ભરત કુમાવતે મને સિંગિગ અને એક્ટિંગ કરવા માટે પ્રોત્સાહન આપ્યું - Divya Bhaskar
પિતા ભરત કુમાવતે મને સિંગિગ અને એક્ટિંગ કરવા માટે પ્રોત્સાહન આપ્યું
  • ઓકટોબરમાં બનાવેલા બન્ના ફેશનવાલા રાજસ્થાની ગીતને 10 મિલિયન વ્યૂઅર મળ્યા

પુત્રના લક્ષણ પારણમાંથી એ કહેવતને સાર્થક કરતા વડોદરા શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં રહેતા મેવાડા ડ્રેસવાલાના માલિક ભરત કુમાવતે કોરોનાકાળમાં તેમના 11 વર્ષના દિકરાની પ્રતિભાને ઓળખીને તેની પાછળ સખત મહેનત કરવા લાગ્યા. જે વિશે વાત કરતા શહેરના સંગમ વિસ્તારમાં આવેલી ધ ન્યૂ હોરિઝન સ્કૂલમાં અભ્યાસ કરતા 11 વર્ષના પ્રિન્સ બી કુમાવતે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં આપણે બધા સરકારના નિયમોનું પાલન કરતા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ઘરમાં જ રહ્યા હતા. તે સમયે મારા પિતા ભરત કુમાવતે મને સિંગિગ અને એક્ટિંગ કરવા માટે પ્રોત્સાહન આપ્યું.

ઓકટોબરમાં બનાવેલા બન્ના ફેશનવાલા રાજસ્થાની ગીતને 10 મિલિયન વ્યૂઅર મળ્યા
ઓકટોબરમાં બનાવેલા બન્ના ફેશનવાલા રાજસ્થાની ગીતને 10 મિલિયન વ્યૂઅર મળ્યા

રાજસ્થાની ગીતને 10 મિલિયન વ્યૂઅર મળ્યા
9 મહિના પહેલા મેં મ્યુઝિકલ આલ્બમ બનાવવાની શરૂઆત કરી અને 9 મહિનાની અંદર મેં 9 વીડિયો સોંગ પ્રિન્સ.બી. કુમાવત નામની મારી પોતાની યૂટ્યુબ ચેનલ પર અપલોડ કર્યાં હતા. 30 ઓક્ટોબર-2020ના રોજ મેં પહેલો મ્યુઝિકલ વીડિયો બન્ના ફેશનવાલા અપલોડ કર્યું હતું. જે રાજસ્થાની ગીતને 10 મિલિયન વ્યૂઅર મળ્યા છે. મારા દરેક વીડિયોમાં પાર્થ મારૂએ મ્યુઝિક આપ્યું છે અને શરદ પટેલે સિનેમેટોગ્રાફી કરી છે. બન્ના ફેશનવાલા વીડિયો સોંગમાં મારી સાથે એક્ટર તરીકે વેદાંશી પટેલે ભૂમિકા ભજવી હતી. મને સમસ્ત રાજસ્થાન સમાજના અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ આર્યવર્ત બ્રાહ્મણ સમાજના અધ્યક્ષ અને સાઉથ એશયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભંવર લાલ ગૌડે ઘણી મદદ કરી છે.

11 વર્ષના દિકરાની પ્રતિભાને ઓળખીને પિતા તેની પાછળ સખત મહેનત કરવા લાગ્યા
11 વર્ષના દિકરાની પ્રતિભાને ઓળખીને પિતા તેની પાછળ સખત મહેનત કરવા લાગ્યા

ટૂંક સમયમાં વિદેશના લોકેશન પર શૂટ કરવામાં આવશે
પ્રિન્સની યૂટ્યુબ ચેનલના 74 હજાર સબસ્ક્રાઈબર છે. 26 જુલાઈના રોજ પ્રિન્સનું 10મું સોંગ રિલીઝ કરવામાં આવશે. આ સાથે આવનારા સમયમાં વીડિયો સોંગના શૂટ માટે વિદેશના લોકેશન પણ લેવામાં આવશે. આ સાથે હવે ગુજરાતી ગરબા અને માતાજીની આરાધના કરતા વીડિયોનું પણ નિર્માણ કરાશે. પ્રિન્સની આ શિખર સુધી પહોંચાડવામાં સમસ્ત રાજસ્થાન સમાજના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઇ શાહ સહિત કાર્યકારણી ટીમના સભ્યોએ તેમનું યોગદાન આપ્યું છે.

26 જુલાઈના રોજ પ્રિન્સનું 10મું સોંગ રિલીઝ કરવામાં આવશે
26 જુલાઈના રોજ પ્રિન્સનું 10મું સોંગ રિલીઝ કરવામાં આવશે
અન્ય સમાચારો પણ છે...