નવો ચીલો:ભાજપના હોદ્દેદારોને પણ 11 હજારની બેગ અપાશે, બજેટ સભા બાદ કોર્પોરેટરોને બેગ અપાય છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિવાદ થતાં અધિકારીઓને બેગ આપવાનું બંધ થયું હતું

પાલિકામાં બજેટની સભા બાદ કાઉન્સિલરોને બેગ અપાય છે. જોકે આ વખતે 5 ધારાસભ્યો, ભાજપના પ્રમુખ અને મહામંત્રીઓને પણ બેગ આપવાની પ્રણાલી શરૂ થતાં વિવાદ થયો છે. બીજી તરફ સ્થાયી અધ્યક્ષે વર્ષોથી તમામ હોદ્દેદારોને બેગ અપાય જ છે, તેમ જણાવ્યું હતું.પાલિકામાં દર વર્ષે બજેટની સામાન્ય સભા મળ્યા બાદ તમામ કાઉન્સિલરોને બેગ આપવાની પ્રણાલી છે. આ વર્ષે પણ તમામ 76 કાઉન્સિલરને ઉત્તમ ક્વોલિટીની અને મોંઘીદાટ બેગ અપાઈ છે. જોકે 11 હજારની મોંઘીદાટ બેગ ભાજપના શહેર પ્રમુખ, મહામંત્રીઓ અને ધારાસભ્યોને પણ આપવાનું નક્કી કરાતાં વિવાદ થયો છે.

આ અંગે સ્થાયી અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષોથી તમામને આપણે બેગ આપીએ જ છીએ. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં વહીવટી વિભાગના અધિકારીઓને પણ મોંઘીદાટ બેગ આપવામાં આવતી હતી, પરંતુ તે સમયે વિવાદ થતાં આ પ્રથા બંધ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...