નિરાશ:વડોદરાના 11 ખેલાડીઓ IPLની ગાડી ચૂકી જવાથી નિરાશ: કેટલાક રડી પડ્યા

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈપીએલ ઓક્શન લિસ્ટમાં શહેરના ડઝન ખેલાડીનાં નામ હતાં
  • ​​​​​​​રણજી રમતા IPLના સંભવિતો પૈકીના કેટલાક રાત્રે સૂઇ શક્યા ન હતા

આઈપીએલના ઓકશન લિસ્ટમાં વડોદરાના 12 ખેલાડી હતા પણ 12 પૈકી વડોદરાના એક જ ખેલાડીની પસંદગી થતાં બાકાત રહેલાં ખેલાડીઓમાં ભારે નિરાશા વ્યાપી છે.બે દિવસના ઓકશનમાં પોતાનું નામ ના આવતાં કેટલાક ખેલાડીઓ રડી પડયા હતા તો કેટલાક રાત્રે સૂઇ શકયા ન હતા.

આઈપીએલ એડિશન 2022 માટેના લિસ્ટમાં વડોદરાના 12 ક્રિકેટરોનો સમાવેશ કરાયો હતો. 12 ખેલાડીઓમાં બરોડા ટીમના સુકાની કેદાર દેવધર,વિષ્ણુ સોલંકી,ધ્રુવ પટેલ, નિનાદ રાઠવા, અંશ પટેલ, સાફવન પટેલ,લુકમાન મેરીવાલા,શાશ્વત રાવત,સૌરીન ઠાકર,અતીત શેઠ,બાબા પઠાણ અને ચિંતલ ગાંધીનો સમાવેશ થતો હતો. વડોદરાના બધા જ ખેલાડીઓની બેઝ પ્રાઈસ રૂ.વીસ લાખ રખાઈ હતી.ભુવનેશ્વર- કટક ખાતે રમાનાર રણજીટ્રોફી મેચ માટે આઈપીએલમાં લિસ્ટેડ વડોદરાના મોટાભાગના ક્રિકેટરો હોટલમાં કવોરન્ટાઈન છે.

શનિવારે-રવિવારે ઓકશન થયું ત્યારે ખેલાડીઓ પોતાના નામ માટે ટીવી સામે ગોઠવાઈ ગયા હતા પણ કોઈનો નંબર ના લાગતાં નિરાશ થયા હતા. એક સિનીયર રણજી ખેલાડીએ જણાવ્યું હતું કે ‘વડોદરાના ખેલાડીઓનો દેખાવ જોઈ લાગતું હતું કે ઘણાંનો નંબર લાગશે પણ એવું થયું ન હતું હવે આગામી વર્ષ સુધી દેખાવ પર વધુ ધ્યાન આપવું પડશે. ઓકશનથી બાકાત રહેલાં એક ક્રિકેટરે જણાવ્યું હતું કે ‘હવે આઈપીએલને બદલે બીસીસીઆઈની મેચો પર વધુ ધ્યાન આપીશું.

લુકમાન મેરીવાલા-અતીત શેઠ તો ભારતની ટીમમાં નેટ બોલર હતા
વડોદરા તરફથી રણજી ટ્રોફી રમતો ફાસ્ટ બોલર લુકમાન મેરીવાલાને ગયા વરસે દિલ્હીની ટીમે રૂ.20 લાખમાં ખરીદ્યો હતો પણ આ વરસે તે પસંદ થયો ન હતો. ટી-20 વિશ્વકપ દરમિયાન લુકમાન ભારતીય ટીમનો નેટ બોલર હતો,તેવી જ રીતે વડોદરા રણજીટીમનો ઓલરાઉન્ડર અતીત શેઠ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની ભારતીય ટીમનો નેટ બોલર રહ્યો હતો પણ તેનો પણ નંબર લાગ્યો ના હતો.

અન્ય સમાચારો પણ છે...