કાર્યવાહી:વડોદરામાં કાળી ચૌદશની રાત્રે ઘેટાં-બકરાની બલી ચડાવી, તાંત્રિક વિધિ કરતા 11 શખ્સોને પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાની મદદથી પોલીસે ઝડપ્યા

વડોદરા3 મહિનો પહેલા
તાંત્રોકો અંગે જાણ કરતા પોલીસ પણ પહોંચી,
  • પોલીસની હાજરીમાં જ બલી બાદ દાટેલા ઘેટાં-બકરા બહાર કાઢવામાં આવ્યા

વડોદરામાં કાળી ચૌદશની રાત્રે ખાસવાડી સ્મશાનની પાછળ ઘેટાં, બકરાની બલી ચડાવવામાં આવી હતી. બલી ચડાવી તાંત્રિક વિધિ કરતા 11 શખ્સોને પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાની મદદથી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

વોચ ગોઠવવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરી
આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના રાજ ભાવસારને ગુપ્ત માહિતી મળી હતી કે કારેલીબાગ ખાસવાડી સ્મશાનની પાછળ આવેલ માળી સ્મશાનમાં કેટલાક ઇસમો વન્ય જીવો પર તાંત્રિક વિધિ કરવાના છે. તે માહિતીના આધારે gspcaના સ્વયંસેવકોએ ત્યાં વોચ રાખી હતી. તેમની સાથે વડોદરા સામાજીક વનીકરણ વિભાગના આર.એફ. ઓ. નિધીબેન દવેને માહિતીની જાણકારી આપતા તેમનો સ્ટાફ પણ ગુપ્તરીતે સ્મશાનની આજુબાજુ ગોઠવાઈ ગયેલો હતો. તે સાથે કારેલીબાગ પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ આવી પહોંચી હતી.

તાંત્રિક વિધિ કરતા 11 શખ્સોને પકડવામાં આવ્યા.
તાંત્રિક વિધિ કરતા 11 શખ્સોને પકડવામાં આવ્યા.

બલી ચડાવી એક બકરાને અને ઘેટાને દાટી દીધા હતા
દરમિયાન માહિતીના આધારે ત્યાં દરોડો પાડતા 14થી 15 ઈસમોની હાજરીમાં તાંત્રિક વિધિ ચાલી રહી હતી. તેઓની પૂછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપ્યા હતા. તપાસ ટીમોએ આજુબાજુ તપાસ કરતા વિધિ કરીને બલી ચડાવી એક બકરાને અને ઘેટાને દાટી દીધા હતા. ટીમોએ પોલીસની હાજરીમાં જ દાટેલા ઘેટા બકરા બહાર કાઢી 14થી 15 ઈસમો સામે ક્રેટલીનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હતી.