તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BJP નેતા જુગારધામમાં પકડાયા:વડોદરા શહેર યુવા ભાજપના મંત્રી રૂશાંત શાહ સહિત 11 નબીરા જુગાર રમતા ઝડપાયા, કેમેરાથી ચહેરો છુપાવીને નબીરાઓ ભાગ્યા

વડોદરાએક મહિનો પહેલા
પોલીસે જુગારધામ પર રેડ પાડતા વડોદરા શહેર યુવા ભાજપના મંત્રી સહિત 11 જુગારીયા ઝડપાયા હતા
  • છેલ્લા 3 દિવસમાં વડોદરા શહેર પોલીસે 50થી વધુ જુગારીયાઓ ઝડપી પાડ્યા છે

વડોદરા શહેરમાં જામેલા શ્રાવણીયા જુગારમાં પોલીસે મોડી રાત્રે અમિતનગર સર્કલ પાસે આવેલા વામા ડુપ્લેક્ષમાં રમાઇ રહેલા જુગાર ઉપર દરોડો પાડ્યો હતો. પોલીસે મકાન માલિક માલિક અને વડોદરા શહેર યુવા ભાજપના મંત્રી સહિત 11 જુગારીયાને 75 હજાર રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મોડી રાત્રે જુગાર રમતા ખાનદાની નબીરા ઝડપાતા ચકચાર મચી ગઇ હતી અને કેમેરાથી ચહેરો છુપાવવા નબીરાઓ ભાગ્યા જોવા મળ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા. આ ઉપરાંત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રમાઇ રહેલા જુગાર ઉપર પોલીસે દરોડા પાડી 7થી વધુ જુગારીયાઓ ઝડપી પાડ્યા હતા.

માલિક માલિક સહિત 11 ઝડપાયા
કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે વામા ડુપ્લેક્ષના મકાન નં-8 માં જુગાર રમાતો હોવાની હરણી પોલીસને માહિતી મળી હતી. પોલીસે તપાસ કરીને દરોડો પાડતા 11 યુવાનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે આ બનાવમાં મકાન માલિક સ્નેહલ ભાસ્કરભાઇ શાહ(રહે, 8, વામા ડુપ્લેક્ષ, અમિતનગર, કારેલીબાગ), શહેર યુવા ભાજપના મંત્રી રૂશાંત ધર્મેશભાઇ શાહ (રહે. એફ-29, સામ્રાજ્ય બંગ્લોઝ, અકોટા), દિપ મહેશભાઇ પટેલ (રહે. 489, સવાદ ક્વાર્ટર, કારેલીબાગ), પૂર્ણાક જયેન્દ્રકુમાર ખાચર (રહે, 8, ક્રિષ્ણા બંગ્લોઝ, અંબે સ્કૂલની બાજુમાં, માંજલપુર), હર્ષ દિલીપસિંહ રાઠોડ (રહે. 38, પ્રિયદર્શી સોસાયટી, મકરપુરા રોડ), શરત પન્નાલાલ ચોક્સી (રહે. મહેતા પોળ, માંડવી), ઉત્સવ પરેશભાઇ શાહ (રહે. 28, નારાયણ સોસાયટી, હરણી), ધર્મેશ ધીરજભાઇ બાથાણી (રહે. 34, અમી સોસાયટી, દિવાળીપુરા), પ્રિયમ શાંતિલાલ શાહ (રહે. પર્સન સોસાયટી, આર.વી. દેસાઇ રોડ), રાજેશ વસંતભાઇ પટેલ (રહે. 21, પ્રભૂલિ સોસાયટી, હરણી) અને આશિષ પ્રકાશભાઇ ઠક્કર (રહે. એફ-29, સામ્રાજ્ય બંગલોઝ, અકોટા)ની ધરપકડ કરી હતી.

છેલ્લા 3 દિવસમાં વડોદરા શહેર પોલીસે 50થી વધુ જુગારીયાઓ ઝડપી પાડ્યા છે
છેલ્લા 3 દિવસમાં વડોદરા શહેર પોલીસે 50થી વધુ જુગારીયાઓ ઝડપી પાડ્યા છે

પોલીસે 75,730નો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે આ બનાવમાં જુગારના દાવ ઉપરથી રૂપિયા 59,950 તેમજ અંગજડતી કરી રૂપિયા 15,780 મળીને કુલ રૂપિયા 75,730નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મોડી રાત્રે પોલીસે વામા ડુપ્લેક્ષમાં દરોડો પાડી જુગાર રમતા 11 ખાનદાની નબીરાઓને ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે તમામ સામે જુગારધારા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેર યુવા ભાજપના મંત્રી રૂશાંત શાહ સહિત 11 નબીરા જુગાર રમતા ઝડપાયા
વડોદરા શહેર યુવા ભાજપના મંત્રી રૂશાંત શાહ સહિત 11 નબીરા જુગાર રમતા ઝડપાયા

તુલસીવાડીમાં પોલીસે જુગારધામ પર રેડ પાડી
આ ઉપરાંત કારેલીબાગ પોલીસે માહિતીના આધારે તુલસીવાડીમાં રમાઇ રહેલા જુગાર ઉપર દરોડો પાડી શરીફ હલીમભાઇ અન્સારી (રહે. 308, અશોકનગર, હાથીખાના), કરીમશા મુસ્તુશા દીવાન (રહે. તુલસીવાડી), ઇમરાન લતીફમીયા શેખ (રહે. 31, યોગી કુટીર, તાંદલજા), મુનાફ ઇસ્માઇલ વ્હોરા (રહે. તુલસીવાડી ) લક્ષ્મણ દાનજીભાઇ ચાવડા (રહે. અંબેનગર, તુલસીવાડી), નાશીરમીયા મહેમુદમીયા સૈયદ (રહે. તુલસીવાડી, તુલસીચોક) અને અબ્દુલ રશીદ અબ્દુલ હમીદ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બનાવમાં જુગારના દાવ ઉપરથી તેમજ અંગજડતી કરીને રૂપિયા 11,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કારેલીબાગ પોલીસે તમામ જુગારીયાઓ સામે જુગારધારા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અમિતનગર સર્કલ પાસે વામા ડુપ્લેક્ષમાં જુગારધામ પર પોલીસે રેડ પાડી હતી
અમિતનગર સર્કલ પાસે વામા ડુપ્લેક્ષમાં જુગારધામ પર પોલીસે રેડ પાડી હતી