વડોદરાની સ્પષ્ટ અવગણના:11 મંત્રીઓની લીડ 55 હજારથી ઓછી, શહેરના તમામની લીડ 77 હજારથી વધુ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીડના મેરિટ પ્રમાણે વડોદરાની સ્પષ્ટ અવગણના થઇ

રાજ્યના મંત્રીમંડ‌ળમાં સમાવાયેલા ધારાસભ્યોમાં મુખ્યમંત્રી સહિત 3 મંત્રીઓ જ એવા છે કે જેની લીડ 90 હજારથી વધારે છે. જ્યારે મંત્રીમંડળમાં સમાવાયેલા 5 મંત્રીઓ તો એવા છે કે જેમની લીડ 20 હજારને પાર પણ પહોંચી નથી. ઉપરાંત 6 મંત્રીઓ એવા છે.

કે જેમની લીડ 50 હજારથી વધારે નથી. તેની સામે વડોદરા શહેરના ધારાસભ્યોમાં એકેય એવો નથી કે જેની લીડ 77 હજારથી ઓછી હોય. છતાં પણ તેમનો મંત્રીમંડળમાં સમાવેશ નહીં થતાં શહેરભરમાં કચવાટ ફેલાયો છે.

2814ની લીડ છતાં મંત્રી, વડોદરામાં 1 લાખની લીડ છતાં નહીં

મંત્રીઓલીડમંત્રીઓલીડ

બળવંતસીંહ રાજપુત

2814ભાનુ બાબરીયા48494
કુબેર ડિંડોર15577જગદીશ પંચાલ55046
કુંવરજી બાવળીયા16172પુરુષોતમ સોલંકી73484
કુવરજી હલપતિ18019પ્રફુલ પાનસેરીયા74697
મુળુ બેરા18745કનુ દેસાઈ97164
ઋષિકેષ પટેલ34405મુકેશ પટેલ1.15 લાખ
ભીખુ પરમાર34788હર્ષ સંઘવી1.16 લાખ
બચુ ખાબડ44201
રાઘવજી પટેલ47500

- માત્ર 3 જ એવા મંત્રીઓ છે કે જેમની 77 હજારથી વધુ મતોની લીડ મળી છે

વડોદરાના ધારાસભ્યો લીડ

યોગેશ પટેલ1 લાખ
બાળુ શુક્લા81035
મનિષા વકીલ98597
ચૈતન્ય દેસાઈ77753
કેયુર રોકડિયા84013
કેતન ઈનામદાર36926
અક્ષય પટેલ26306
શૈલેષ મહેતા20968
ચૈતન્યસીંહ ઝાલા6178
અન્ય સમાચારો પણ છે...