તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંખાંખોળાં:11 લાખના ત્રણ રોડના કામની ફાઇલ ભેદી સંજોગોમાં ગાયબ

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ 6ની કચેરી બાદ વડી કચેરી સુધી શોધખોળ
  • અટલાદરા-કલાલીમાં પેચવર્ક,વાસણા રોડ પર કાર્પેટિંગ કર્યું હતું

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ત્રણ રોડના કામની મૂળ ફાઇલ ગુમ થઈ જતા વિવાદ સર્જાયો છે અને તેને શોધખોળ માટે પશ્ચિમ ઝોને પાલિકાની વડી કચેરીમાં પણ શોધખોળ શરૂ કરી છે.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા રોડ બનાવવાની સાથોસાથ રોડ પર પહોંચવા અને રોડને કાર્પેટ કરવાથી કામગીરી કરવામાં આવતી હોય છે.જેમાં મોટા રોડની જવાબદારી રોડ પ્રોજેકટવિભાગની હોય છે જ્યારે નાના રસ્તાની કામગીરી જે તે તરફથી કરાતી હોય છે. જે અંતર્ગત વહીવટી વોર્ડ નંબર 6 હેઠળના વિસ્તારમાં રોડની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ટ્રાન્સપેક કંપની થી અટલાદરા તલાટી ઓફિસ સુધી રોડ પર પેચવર્કકરવામાં આવ્યું હતું તો કલાલી ગામના એન્ટ્રી ગેટ થી સ્વામિનારાયણ મંદિર સુધીના રસ્તા પર પેચવર્ક કરવામાં આવ્યું હતું. આ સિવાય વાસણા રોડ સોહમ બગલોથી એલઆઇજી ના મકાનો સુધી 115 મીટર રસ્તાને કાચો પાકો કરી તેને સંપૂર્ણ રસ્તાને કાર્પેટ કરાયું હતું. જેમાં અટલાદરા તલાટી ઓફીસવાળા રસ્તા પર રૂ.4.66 લાખનો ખર્ચ,કલાલી ગામવાળા રસ્તા પર રૂ.1.79 લાખનો ખર્ચ અને સોહમ બંગલો પાસે ના રોડ પર રૂ.4.83 લાખનો ખર્ચ કરવામા આવ્યો હતો.

આ ત્રણેય રોડની કામગીરી માટે વહીવટી વોર્ડ 6ની ઇજનેરી શાખામાં અલગ અલગ ફાઈલ પણ બનાવવામાં આવી હતી પરંતુ તાજેતરમાં આ ફાઈલો ઇજનેરી વિભાગને ન મળતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને રોડ વિભાગના વડા એવા સિટી એન્જિનિયર ની કચેરીમાં પણ તેની તપાસ શરૂ કરી તેના માટે પત્ર વ્યવહાર પણ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...