અનાજની દુકાનો પર તંત્રની વોચ:એક વર્ષમાં શહેરની 8 સહિત 11 અનાજની દુકાનના પરવાના રદ

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લાની 805 સસ્તા અનાજની દુકાનો પર તંત્રની વોચ​​​​​​​

વડોદરા શહેર-જિલ્લામાં સરકારી અનાજનું વેચાણ કરતી 8થી વધુ સસ્તા અનાજની દુકાનો પર પુરવઠા વિભાગ દ્વારા વોચ રાખવામાં આવી છે. આમ છતાં સસ્તા અનાજની દુકાનોમાંથી સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાની ફરિયાદો રાજ્ય સરકાર સુધી પહોચી રહી છે. જેમાં છેલ્લા 1 વર્ષમાં 11 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતી ઝડપાતા તેના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં.

પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ

  • ફેબ્રુઆરી 2023 - ડભોઈ, તુલસીવાડી, માંજલપુર, સયાજીગંજ, વાઘોડિયા રોડ, રાવપુરા, તરસાલી અને કારેલીબાગની દુકાનોનો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયો.
  • જાન્યુઆરી 2023 -વધઘટ અને કુપન ન અપાતાં કુમેઠાની દુકાનનો પરવાનો સસ્પેન્ડ
  • એપ્રીલ 2022 - બોગસ ફીંગર પ્રિન્ટના આધારે અનાજ સગેવગે થતાં પાટોદનો સંચાલક ઝડપાયો
  • ઓક્ટોબર 2021 - અનાજનો જથ્થો સગેવગે કરતાં ભદારીની દુકાનનો પરવાનો સસ્પેન્ડ કરાયો
અન્ય સમાચારો પણ છે...