તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:નિવૃત્ત આચાર્ય સહિત 11નાં મોત, 110 કેસ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના 1,231 સક્રિય દર્દીઓ સારવાર હેઠળ, શહેરમાં 5 હજારથી વધુ લોકો હાલ ક્વોરન્ટાઇન

કોરોનાના શુક્રવારે નવા 110 પોઝિટિવ કેસો આવ્યા હતા. જેના પગલે કુલ કેસોનો આંક 18,470 થયો હતો. જ્યારે નિવૃત્ત આચાર્ય સહિત 11નાં મોત નિપજ્યાં હતાં. શુક્રવારે 99 દર્દીઅોને ડિસ્ચાર્જ અપાયો હતો, જે સાથે સાજા થયેલા દર્દીઅોની સંખ્યા વધીને 17,014 થઇ ગઇ હતી. જ્યારે વિવિધ હોસ્પિટલોમાં સારવાર લેતા 1,231 દર્દીઅો પૈકીના 163ને અોક્સિજન આપવો પડી રહ્યો છે અને 61ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગોત્રી કોરોના હોસ્પિટલમાં હાલમાં 225 અને એસએસજીમાં 200 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. રાજપીપળાની નાવડા સરકારી સ્કૂલના 72 વર્ષીય નિવૃત્ત આચાર્યનું કોરોનાની સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

કોરોના ઓએસડી ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, ‘જોઇન્ટ એન્ફોર્સમેન્ટ કમિટીની સઘન કામગીરીના પગલે કોરોનાના વધતા કેસોની સંખ્યા પર બ્રેક વાગી ગઇ છે. શહેરમાં 5 હજારથી વધુ લોકો ક્વોરન્ટાઇન છે. પ્રતાપનગર સ્થિત ડીઆરએમ ઓફિસના ઉચ્ચ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુરુવારે સાંજે ડીઆરએમ ઓફિસ માં મળેલી બેઠકમાં આ અધિકારી હાજર રહ્યા હોવાથી અન્યોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો