તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિકારીઓમાં રોષ:ડીઇઓ ઓફિસના 11 કલાસ ટુ અધિકારી 4 વર્ષથી પ્રોબેશન પર

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમ મુજબ 2 વર્ષ બાદ કાયમી ન કરાતા અધિકારીઓમાં રોષ

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના 11 ક્લાસ ટુ અધિકારીઓ છેલ્લા ચાર વર્ષથી પ્રોબેશન પિરિયડ માં કામ કરી રહ્યા છે. ચાર વર્ષ બાદ પણ અધિકારીઓને કાયમી ના કરવામાં આવતા લટકતી તલવાર જેવી સ્થિતિમાં કામ કરતા અધિકારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2ના અધિકારીઓની ભરતી 10 માર્ચ 2017 ના રોજ 269 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તાબા હેઠળ કલાસ 3 ના 11 અધિકારીઓની નિમણૂક કરાઇ હતી. પ્રોબેશન પીરીયડનો સમયગાળો 2 વર્ષનો હોય તો તે પ્રમાણે 10 માર્ચ 2019 ના રોજ પૂર્ણ થઇ હતી. ત્યારબાદ બે વર્ષ ઉપરનો સમય વિતી ગયો હોવા છતાં અત્યાર સુધી અધિકારીઓને કાયમી કરવામાં આવ્યા નથી. અધિકારીઓને કાયમી નહિ કરવાના મુદે રોષ જોવા મળી રહ્યો છે. અધિકારીઓને લાંબા ગાળાનું નુકશાન થઇ રહ્યું છે. તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં બે અધિકારીઓનું કોરોનાના કારણે અવસાન થયું હતું. આ અધિકારીઓ પ્રોબેશન પીરીયડમાં હોવાથી તેમને મળતા લાભો મળશે કે નહિ તેના પર પ્રશન ઉભો થયો છે. ત્યારે પ્રબોશનમાં કામ કરતાં અધિકારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. નિમણૂકોને ચાર વર્ષ ઉપરાંતનો સમય વિતી ગયો હોવા છતાં કાયમી કરવામાં ના આવતા પેન્શન,ગ્રેજયુએટી,રજાનું રોકડમાં રૂપાંતર સહિતના લાભો આપવામાં આવ્યા નથી. પ્રોબેશન પીરીયડ પૂર્ણ નહિ થવાના કારણે ચાર વર્ષથી નિમણૂક સમયનો જ પગાર મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...