તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:કંપનીના નામે 1.09 કરોડનો માલ લઇ બારોબાર વેચી માર્યો

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકરપુરાની ફેક્ટરી માલિક સાથે છેતરપિંડી
  • આઇઓસીએલના નામે પર્ચેઝ ઓર્ડર બનાવ્યો

ખોટા દસ્તાવેજોના આધારે રૂા.1.09 કરોડનો માલ બનાવડાવી તેને બારોબાર બીજા વ્યક્તિઓને વેચી છેતરપીંડી કરાઈ છે. મકરપુરામાં જે.વી.એન્જિનિયરીંગ નામથી મિતેશ પંચાલ (ઉ.વ.44,રહે-સુદર્શન ડુપ્લેક્ષ,ન્યુ.વીઆઈ.પી રોડ) વેપાર કરી ઈન્ડસ્ટ્રીયલ ગાસ્કેટ બનાવવાનું કામ કર છે. સપ્ટેમ્બર 2019માં મુકેશ રમણલાલ જૈન કંપનીમાંં આવીને વેદાન્ત લીમીટેડ અને આઈ.ઓ.સી.એલ નામની કંપનીને ગાસ્કેટની જરૂરીયાત છે જેનો ઓર્ડર તે જે.વી.એન્જિનિયરીંગ કંપનીને આપવા માંગતો હતો.

કંપનીના માલિક મુકેશભાઈને છેલ્લા બે વર્ષથી ઓળખતા હોવાથી ઓર્ડર બનાવવાની હા પાડી હતી. મુકેશ જૈને વેદાન્ત લીમીટેડ અને આઈ.ઓ.સી.એલ કંપનીનો રૂા.1.09 કરોડનો પરચેસ ઓર્ડર આપ્યો હતો. પરચેસ ઓર્ડર મુજબ કંપનીએ માલ બનાવીને મોકલી આપ્યો હતો. પરંતું માલના બાકી નિકળતા રૂા.1.09 કરોડની ઉઘરાણી કરતા મુકેશ જૈન પૈસા આપતો ન હતો.

જ્યારે મિતેશ પંચાલને જાણ થઈ હતી કે, મુકેશ જૈને વેદાન્તા લીમીટેડ- આઈઓસીએલ કંપનીના ખોટા દસ્તાવેજ ઉભા કરીને ખોટા પરચેઝ ઓર્ડર ઉભા કરી મિતેશ પંચાલે મોકલેલો માલ અન્ય ને વેચી દિધો હતો. મિતેશ પંચાલે મુકેશ જૈન વિરૂધ્ધ 1.09 કરોડની ઠગાઈની ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...