સારવાર:ગર્લ્સ કોલેજમાં પરીક્ષા આપતી વિદ્યાર્થિની ગરમીને કારણે બેશુદ્ધ થતાં 108 બોલાવાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • MSUમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થિનીની તબિયત લથડતાં સુપરવાઇઝરો દોડતા થયા
  • કોલેજ​​​​​​​ સત્તાધીશોએ વિદ્યાર્થિનીના વાલીને જાણ કરતાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ

એમ.એસ.યુનિવર્સિટીમાં 36 ડિગ્રી ગરમીમાં પરીક્ષા આપતી વિદ્યાર્થીની બેહોશ થઇ ગઇ હતી. ગર્લ્સ કોલેજમાં એમકોમની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીની પરીક્ષા શરૂ થયાના અડધો કલાકમાં જ તબીયત લથડતા ફેકલ્ટીના સ્ટ્રેચરમાં લઇ જવાઇ હતી. ગર્લ્સ કોલેજના સત્તાધીશોએ તાત્કાલીક વિદ્યાર્થીનીના વાલી અને 108ને જાણ કરતાં ખાનગી હોસ્પીટલમાં લઇ જવાઇ હતી. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એમકોમમાં ફાઇનલ વર્ષના બીઝનેસ એન્ડ કોમ્યુનીકેશનના પેપર દરમિયાન ગર્લ્સ કોલેજ ખાતે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીને પેપર શરૂ થયાના માત્ર અડધા જ કલાકમાં તબીયત સારી ના લાગતા સુપરવાઇઝરને જાણ કરી હતી.

સુપરવાઇઝરે વિદ્યાર્થીનીને બહારની બાજુએ ખુરશી પર બેસાડી તાત્કાલીક સેન્ટર સુપરવાઇઝરને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. વિદ્યાર્થીની પ્રથમ માળે પરીક્ષા આપી રહી હતી. વિદ્યાર્થીનીને ચક્કર આવી રહ્યા હતા અને બેહશુધ્ધ થાય તેવી સ્થિતીમાં આવી જતા કોલેજમાં રાખવામાં આવેલા સ્ટ્રેચર તેને ગ્રાઉન્ડ ફલોર પર ઓફીસમાં લઇ જઇને લીબું પાણી પીવડાવવામાં આવ્યું હતું. દરમિયાન વિદ્યાર્થીનીના વાલીને આ અંગે જાણ કરી દેવાય હતી. સાથે 108 બોલાવી લેવામાં આવી હતી. વિદ્યાર્થીનીને ખાનગી હોસ્પીટલમાં પ્રાથમીક સારવાર અર્થે લઇ જવામાં આવી હતી.

વિદ્યાર્થિનીએ પરીક્ષાની ચિંતામાં 3 દિવસથી ખાધું ન્હોતું , ડિહાઇડ્રેશનથી તબિયત લથડી
બેહશુધ્ધ થઇ ગયેલી વિદ્યાર્થિનીએ પરીક્ષાની ચિંતામાં 3 દિવસથી ખાધું ના હતું. ગરમી અને ડિહાઇડ્રેશનના પગલે તથા વિદ્યાર્થીનીનેએ ખોરાક લીધો ના હોવાથી તેની તબીયત લથડી હતી.

વિદ્યાર્થિનીની પરીક્ષા ફરીથી લેવાશે
ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીનીની તબીયત લથડતા માનવતાના ધોરણે પરીક્ષા ફરીથી લેવામાં આવશે તેવું કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ જણાવ્યું હતું. વિદ્યાર્થીની પેપરની શરૂઆત કરી લીધી હતી અને ત્યાર બાદ તેની તબીયત બગડી હતી. આ અંગે યુનિવર્સિટી સત્તાધીશોને પણ જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...