• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 108 Divyang Couples Will Be Given 65 Items Worth More Than Rs 1 Lakh In Kariyavar, Residents Of Subhanpura Society Are Ready For Kanyadan

ભાસ્કર વિશેષ:108 દિવ્યાંગ યુગલોને કરિયાવરમાં રૂ 1 લાખથી વધુની 65 વસ્તુ અપાશે,સુભાનપુરાની સોસાયટીના રહીશો કન્યાદાન માટે તત્પર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 108 દિવ્યાંગોનો સમૂહ લગ્નોત્સવ યોજાશે

શ્રી સાંઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 4 જૂનના રોજ સુભાનપુરા સ્થિત ઝાંસી કી રાણી સર્કલ પાસે 108 દિવ્યાંગોનો સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં 108 દિવ્યાંગ યુગલો પૈકી પ્રત્યેકને વાસણો,ફર્નિચર,ટીવી સહિતની રૂા.1 લાખની કિંમતની 65 વસ્તુઓ કરીયાવર આપવામાં આવશે.

શ્રી સાંઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટનો આ સમુહ લગ્નોત્સવના કારણે આસપાસની સોસાયટીઓમાં લગ્ન જેવો જ માહોલ ઉભો થયો છે. જ્યારે કેટલાય રહિશો આ લગ્નોત્સવમાં કન્યાદાન કરવા માટે ટ્રસ્ટ સમક્ષ તૈયારી દર્શાવી છે. મહત્વની વાત એ છે કે, સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાન કરવા ઈચ્છતા રહિશો પણ કન્યાદાનમાં પોતાની તરફથી પણ દિકરીને અલગ અલગ વસ્તુઓ આપવા માંગી રહ્યાં છે. જેમાં ટુવ્હિલરથી માંડીને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો પણ સમાવેશ થાય છે.

સાંઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના રાજેશ આયરેએ જણાવ્યું હતું કે,4 જૂનના રોજ બપોરે 4 વાગે ગણેશ સ્થાપના અને વરઘોડાના પ્રસ્થાન થી જ લગ્નોત્સવની શરૂઆત થશે. ત્યાર બાદ બપોરે 4:30 વાગે મંડપ મુહર્ત થશે. સાંજે 6:30 વાગે લગ્નોત્સવમાં આમંત્રીત સંતો જેમાં બીએપીએસ સંસ્થાના જ્ઞાનવત્સલ સ્વામી, અટલાદરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અને ભક્તિ પ્રકાશસ્વામી, સોખડા સ્વામીનારાયણ મંદિર ગુરૂપ્રસાદ સ્વામી અને સુચેતનસ્વામી ઉપસ્થિત રહેશે. જ્યારે શહેરના વૈષ્ણવાચાર્યોમાંથી દ્વારકેશલાલજી મહારાજ અને વ્રજરાજકુમારજી મહોદય પણ ઉફસ્થિત રહેશે.

આમ 19 સંતો આશીર્વચન આપશે. લગ્નોત્સવમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી પ્રદિપસિંહ પરમાર,કિરીટસિંહ રાણા,મનીષાબેન વકીલ, ધારાસભ્યો, સાંસદ, મેયર અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

લગ્ન માટે રાજયભરમાંથી રજિસ્ટ્રેશન
લગ્નોત્સવમાં વડોદરા,છોટાઉદેપુર,પોરબંદર,પંચમહાલ,ભરૂચ,અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, મહિસાગર, કપડવંજ, ખેડા, પાટણ, ગાંધીનગર, મહેસાણા સહિતના યુગલો લગ્નબંધનમાં બંધાશે.

અન્ય સમાચારો પણ છે...