કોરોના વડોદરા LIVE:ઉત્તરાયણ પર્વે જ શહેર-જિલ્લામાં કોરોનાના નવા 1247 કેસ, એક જ દિવસમાં 19 ટકા કેસો વધ્યા

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 4522 એક્ટિવ દર્દીઓ છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં આજે નવા 1274 કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 78,658 ઉપર પહોંચી ગઇ છે. ગુરૂવારે વધુ 289 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 73,513 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.

4342 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે
વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 4522 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 4342 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 180 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 10 દર્દીઓ વેન્ટિલેટર પર, 23 દર્દીઓ આઇસીયુમાં અને 63 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 3426 દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં આજે જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલપુર, બાપોદ, વાઘોડિયામાં કોરોનાના નવા કેસો નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં આજે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 290, પશ્ચિમ ઝોનમાં 303, ઉત્તર ઝોનમાં 290 અને દક્ષિણ ઝોનમાં 292 કેસ નોંધાયા હતા. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં 99 કેસ નોંધાયા હતા.

રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર ટેસ્ટિંગ થતું નથી
વડોદરા રેલવે સ્ટેશન અને એસટી ડેપો મળીને રોજના 50 હજાર ઉપરાંત મુસાફરો શહેરમાં અવરજવર કરે છે, બીજી લહેર દરમિયાન થોડા દિવસ રેલવે સ્ટેશન પરિસરની બહાર પાર્કિંગ એરિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાતું હતું. પરંતુ, ત્રીજી શરૂ થયા બાદ હજી રેલવે સ્ટેશન- અને એસટી ડેપો ખાતે કોઈ પણ પ્રકારનો ટેસ્ટિંગ કરાતું નથી ડેપો પર રોજની 1200 બસની અવર-જવર છે. એસટી ડેપો પર ટેસ્ટિંગ કેમ થતું નથી તે અંગે આરોગ્ય વિભાગ પાસે કોઈ ચોક્કસ જવાબ નથી.

અન્ય સમાચારો પણ છે...