તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 1.03 Lakh People With Co morbidity Over 60 Years And Over 45 Years Of Age Vaccinated In Vadodara District, 100% Work Completed In Vadodara Shinor Taluka

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:વડોદરા જિલ્લામાં 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ ઉંમરના કો-મોર્બિડિટી ધરાવતા 1.03 લાખ લોકોને રસી અપાઇ, વડોદરા-શિનોર તાલુકામાં 100 ટકા કામગીરી પૂર્ણ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કુલ 1,03,350 નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી છે - Divya Bhaskar
વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કુલ 1,03,350 નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી છે
  • વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણની 81 ટકા કામગીરી પૂર્ણ કરાઇ

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ રસીકરણને વેગવાન બનાવવા કરેલા આયોજનના પ્રોત્સાહક પરિણામો મળ્યા છે. વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલા રસીકરણ ઝુંબેશ હેઠળ વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કુલ 1,03,350 નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી છે. વડોદરા અને શિનોર તાલુકામાં 100 ટકા રસીકરણ કામગીરી કરવામાં આવી છે.

1,03,350 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપીને 81 ટકા સિદ્ધિ હાંસલ કરી
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 200થી વઘુ કેન્દ્રો ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તેવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાઓનો 60થી ઉંમરના વડીલો અને 45થી 59 ની ઉંમરના જોખમી રોગ પીડિતો રસીકરણનો લાભ લઇ રહ્યા છે. વડોદરા જિલ્લામાં 45 થી 59 વર્ષના કો-મોર્બિડ એવા 20,475 જ્યારે 60 વર્ષ ઉપરના 82,875 સહિત કુલ 1,03,350 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી 81 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

ડભોઇ તાલુકામાં 11,569, ડેસરમાં 4704 લોકોને રસી અપાઇ
ડો. જૈને જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં રસીકરણ ઝુંબેશ હેઠળ ડભોઇ તાલુકામાં 11,569, ડેસરમાં 4704, કરજણમાં 12,670, પાદરામાં 19,241, સાવલીમાં 9554, શિનોરમાં 6066, વડોદરામાં 29,098 અને વાઘોડિયા તાલુકામાં 10,448 સહિત કુલ 1,03,350 નાગરિકોને કોરોના આરોગ્ય રક્ષક રસી આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં આડઅસરની કોઈ ઘટના નોંધાઈ નથી
રસી લેનારાઓને પાળવાની તકેદારીની સમજણ આપવાની સાથે તાવ કે શરીરના દુઃખાવા જેવી નાની મોટી આડઅસર વર્તાય તો સેવન કરવા યોગ્ય જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આડઅસરની લગભગ કોઈ ઘટના નોંધાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો