તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહ:101 દિવસથી બંધ જોય ટ્રેન શરૂ થવાની ઇંતેજારી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જોય ટ્રેની સાફસફાઈ શરૂ કરાઈ. - Divya Bhaskar
જોય ટ્રેની સાફસફાઈ શરૂ કરાઈ.
  • મંજૂરીની આશાએ ટ્રેન અને ટ્રેકની સફાઈ શરૂ કરાઈ

કોરોનાની બીજી લહેર જોખમી હોવાથી 18 માર્ચથી કમાટીબાગમાં દોડતી જોય ટ્રેનનાં પૈડાં ટ્રેક પર થંભી ગયાં છે અને 101 દિવસ બાદ ફરી એક વખત તે દોડતી થાય તેની રાહ જોવામાં આવી રહી છે. કોરોનાને કારણે ગત વર્ષે માર્ચમાં લોકડાઉન લાગુ કરાયું હતું. જેના કારણે કમાટીબાગ, ઝૂ, મ્યુઝિયમની સાથે જોય ટ્રેન પણ બંધ કરાઈ હતી. જોકે કોરોનાનો કહેર શાંત પડતાં 4 ફેબ્રુઆરીએ ફરી જોય ટ્રેન દોડતી કરાઈ હતી.

4 કોચમાં 144 મુસાફરોને બેસાડીને 1 ફેરો મારતી જોય ટ્રેન રોજ 8 થી 10 ફેરા મારતી હતી. દરમિયાન કોરોનાની બીજી લહેર જોખમી સાબિત થતાં 18 માર્ચથી ફરી જોય ટ્રેન બંધ કરાઈ હતી. બીજી લહેર શાંત પડી છે અને રાજ્ય સરકારે પણ તબક્કાવાર રીતે છૂટછાટ આપવાનું શરૂ કર્યું છે અને તેમાં બગીચા બાદ ઝૂ પણ ખૂલી ગયાં છે. આ સંજોગોમાં ટ્રેન પણ શરૂ કરવા મંજૂરી મળશે તેવી આશામાં કમાટીબાગ યાર્ડમાં પડેલી ટ્રેન અને ટ્રેકની સફાઈ શરૂ કરાઈ છે.

મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ખુલ્લું મૂકાયું
વડોદરા. મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ શનિવારથી મુલાકાતીઓ માટે શરૂ કરાયું હતું. મ્યુઝિયમમાં રાજા રવિ વર્માના ઐતિહાસિક પેઇન્ટિંગ ઉપરાંત જાણીતા શિલ્પો અને સંખ્યાબંધ કલાકૃતિઓ છે. મ્યુઝિમય સવારે 10 થી સાંજના 5 સુધી ખુલ્લું રહેશે. મ્યુઝિયમ ગત 29મી એપ્રિલથી બંધ હતું.

અન્ય સમાચારો પણ છે...