આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરામાં રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે વયોવૃદ્ધોને 101 બસ દ્વારા શ્રવણ તીર્થયાત્રા હેઠળ ધાર્મિક સ્થાનો પર દર્શનાર્થે પ્રસ્થાન કરાવ્યું હતું.
સરકાર શ્રવણ બની છેઃ રાજેન્દ્ર ત્રિવેદી
વડોદરા શહેરના નવલખી મેદાનથી 101 બસોમાં વયોવૃદ્ઘોને યાત્રા માટે પ્રસ્થાન કરાવતા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શ્રવણે તેના માતાપિતાને કાવડમાં લઇ જઇ યાત્રા કરાવી હતી, ત્યારે હવે સરકારે શ્રવણ તીર્થયાત્રા યોજના શરૂ કરી છે અને સરકાર શ્રવણ બની છે. જે હેઠળ આજે શહેરના 6 હજાર સિનિયર સિટીઝન ડાકોર, વડતાલ, કોઠ ગણેશ સહિતના ધાર્મિક સ્થાનોના દર્શન કરશે. આ સમગ્ર પ્રવાસ નિશુલ્ક છે. તેમાં ભોજન અને ચા-નાસ્તો પણ અપાશે. સાથે જ ડોક્ટરની એક ટીમ પણ સાથે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.