ઉજવણીની તૈયારી:બરોડા ડેરી દ્વારા આવતીકાલે ડૉ. વર્ગીસ કુરીયનની 100મી જન્મ જ્યંતિની ઉત્સાહભેર ઉજવણી થશે

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના શ્વેતાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરીયનનો 100મી જન્મ જ્યંતિ આવતીકાલે થશે. આ પસંગે જન્મ શતાબ્દિની ઉજવણી ગુજરાતના તમામ સંઘો વિવિધ કાર્યક્રમો યોજીને કરી રહ્યા છે. બરોડા ડેરીએ પણ જન્મ શતાબ્દિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

બરોડા ડેરીના કર્મચારીઓના બાળકો તેમજ દૂધ ઉત્પાદકોના ભાળકો માટે વકૃત્વ સ્પર્ધાઅને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વિષયો છે. સહકારથી સમૃધ્ધિ અને ડૉ. વર્ગીસ કુરીયન, દૂધ ઉત્પાદકોના ભાગ્ય વિધાતા. વક્ત્વ સ્પર્ધામાં 24 અને નિબંધ સ્પર્ધામાં 53 મળી કુલ 77 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિર્ણાયકો તરીકે વડોદરા શહેરની શાળાઓના આચાર્ય-શિક્ષકો સેવા આપશે. સ્પર્ધા માટે ધોરણ 12થી ઉપરના બાળકો અને ધોરણ-12 કે, તેથી નીચેના બાળકોનો બધો મળતો 6 કેટેગરી રહેશે.

બરોડા ડેરી દ્વારા સયાજી હોસ્પિટલ વડોદરાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. જેમાં ડેરીના કર્મચારીઓ દ્વારા જન્મ જ્યંતિ નિમિત્તે ઓછામાં ઓછા 1 યુનીટ બ્લડ ડોનેટ કરવામાં આવશે. ડૉ. કુરીયન સાહેબના ફોટાવાળી સફેદ ટી-શર્ટ અને કેપ પહેરી શહેરના રાજ્માર્ગો ઉપર બાઇકરેલી કાઢી કાપોરે 2.30 વાગે ડેરીમાં પહોંચશે. ત્યાં ફૂલોના સ્વાગત બાદ સભા કરવામાં આવશે. જ્યાં બરોડા ડેરીનું દૂધ અને દૂધની બનાવટોનું મહત્તમ વેચાણ કરતા વિકૃતાઓનું સન્માન કરી પ્રમાણપત્ર અને મોમેન્ટો આપવામાં આવશે.

આ પ્રસંગે બરોડા ડેરીના તમામ કર્મચારીઓ પણ એક દિવસ માટે યુનિફોર્મને બદલે ડૉ. કુરીયનના ફોટાવાળો સફેદ ટી-શર્ટ અને કેપ પહેરીને ડૉ. કુરીયનના જન્મદિવસને યાદગાર બનાવશે. કાર્યક્રમમાં બરોડા ડેરીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સે અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...