તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • 1000 Seats Will Be Added In 6 Faculties Of MSU, Authorities Had Sought Information In October, Only 6 Faculties Sent Information About The Seat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:MSUની 6 ફેકલ્ટીમાં 1000 બેઠકો વધારાશે, ઓક્ટોબરમાં સત્તાધીશોએ માહિતી માગી હતી, માત્ર 6 ફેકલ્ટીએ જ બેઠક અંગે માહિતી મોકલાવી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

મ.સ.યુનિ. 6 ફેકલ્ટીમાં 1000 બેઠકમાં વધારો કરી શકાય તેમ હોવાનો રિપોર્ટ ફેકલ્ટી દ્વારા અપાયો છે. ઓક્ટોબરમાં સત્તાધીશોએ માહિતી માગી હતી પણ 6 ફેકલ્ટી માહિતી મોકલાવી હતી. 30 ડિસેમ્બરે સિન્ડિકેટની બેઠકમાં આ માહિતી સભ્યો સમક્ષ રજૂ કરાશે. મ.સ. યુનિ.માં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે, જેને કારણે પ્રવેશની સમસ્યા સર્જાય છે. જેથી ઓક્ટોબરમાં સત્તાધીશો દ્વારા તમામ ફેકલ્ટી પાસેથી કેટલી બેઠકો વધારી શકાય તેની માહિતી માગી હતી. જે સંદર્ભે આર્ટ્સ, હોમ સાયન્સ,લો, સોશિયલ વર્ક, સાયન્સ ફેકલ્ટીએ બેઠકો અંગે માહિતી આપી છે. જ્યારે કોમર્સ ફેકલ્ટીએ બેઠકો વધારાઈ છે, પરંતુ સત્તાવાર માહિતી આપી નથી.

જર્નાલિઝમ, પરફોર્મિંગ આર્ટસ, ફાઈન આર્ટસ, એજ્યુ. સાઇકોલોજી ફેકલ્ટીએ માહિતી આપી નથી. ટેકનોલોજી, મેનેજમેન્ટ ફાર્મસી મેડિસિન ફેકલ્ટી અને પોલિટેકનિક કોલેજની પ્રવેશ પ્રક્રિયા સરકાર હાથ ધરતી હોવાથી પોતાના સ્તરે બેઠક વધારી શકાય તેમ નથી. જેથી આ ફેકલ્ટીએ માહિતી આપી નથી.

કઈ ફેકલ્ટીમાં કેટલી બેઠકો
આર્ટ્સ 124
હોમ સાયન્સ 27
લો 10
સોશિયલ વર્ક 70
સાયન્સ ફેકલ્ટી 170
કોમર્સ 600

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો