વેક્સિનેશનનો ટાર્ગેટ પૂર્ણ:વડોદરા શહેરમાં રસીકરણના પહેલા ડોઝનો 100% લક્ષ્યાંક પૂર્ણ, 15.09 લાખ લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરમાં પહેલા ડોઝ 100 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો - Divya Bhaskar
વડોદરા શહેરમાં પહેલા ડોઝ 100 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો
  • આરોગ્ય વિભાગ હવે સેકન્ડ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ તરફ આગળ વધશે

વડોદરા શહેરમાં પહેલા ડોઝનું 100 ટકા વેક્સિનેશન આજે પૂર્ણ થઇ ગયું છે. રાજ્ય સરકારે દિવાળી સુધીમાં પહેલા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ કરવાનો આદેશ કરાયો હતો. જોકે, દિવાળીના 10 દિવસ પછી વેક્સિનેશનના પ્રથમ ડોઝનો ટાર્ગેટ આજે પૂર્ણ થયો છે.

હવે સેકન્ડ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ તરફ આગળ વધશે
વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સેકન્ડ ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેને પગલે ખૂબ જ નાની સંખ્યા બાકી હોવા છતાં પણ પ્રથમ ડોઝનું 100 ટકા લક્ષ્યાંક હાંસલ થઈ શકતું નહોતુ. જોકે, આજે રસીકરણના પ્રથમ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ થતાં આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો અને હવે સેકન્ડ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ તરફ આગળ વધશે.

આરોગ્ય વિભાગ હવે સેકન્ડ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ તરફ આગળ વધશે
આરોગ્ય વિભાગ હવે સેકન્ડ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ તરફ આગળ વધશે

મહિલાને બીજો ડોઝ એમના ઘરે જ આપવામાં આવ્યો
વેક્સિન સર્વેક્ષણ દરમિયાન વડોદરાના સિયાબાગમાં ભાઉદાસ મહોલ્લામાં રહેતા 73 વર્ષના મેઘણાબેન ખોપાકર તબિયતના કારણે ઘરની બહાર નીકળતા ન હોવાથી કોવિડ વેક્સિનનો બીજો ડોઝ એમના ઘરે જ આપવામાં આવ્યો હતો.

12.37 લાખ લોકોએ બીજો ડોઝ લીધો
વડોદરા શહેરની 15 લાખ ઉપરની વસ્તીમાંથી 12.37 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે, ત્યારે સિટી બસમાં પ્રવેશ માટે રસીકરણ થયું છે કે, નહીં તે અંગેની તપાસ કરાતી નથી. આ અંગે પાલિકાના મુખ્ય આરોગ્ય અમલદાર ડો.દેવશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં બેકલોગ ખૂબ ઓછો છે, જેને પગલે આવી કોઈ જરૂર નથી.

વડોદરા શહેરની 15 લાખ ઉપરની વસ્તીમાંથી 12.37 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે
વડોદરા શહેરની 15 લાખ ઉપરની વસ્તીમાંથી 12.37 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે

પહેલા ડોઝનો ટાર્ગેટ- 15,09,801 કુલ રસીકરણ- 15,09,971- 100.01%

પુરૂષ- 812628 મહિલા-697343

બીજા ડોઝનો ટાર્ગેટ- 15,09,971 કુલ રસીકરણ- 12,37,900- 81.98 %

પુરૂષ- 667578 મહિલા- 570322

અન્ય સમાચારો પણ છે...