તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની સઘન સારવાર:વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરાયા, વેન્ટિલેટર પુલમાં હવે 750 વેન્ટિલેટર

વડોદરા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
વડોદરાની કોવિડ સારવાર માટે માન્ય હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરવામાં આવ્યાં છે. - Divya Bhaskar
વડોદરાની કોવિડ સારવાર માટે માન્ય હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરવામાં આવ્યાં છે.

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા અગ્રિમ અને તકેદારી રૂપ આયોજન ના અમલ રૂપે ગઈકાલ રાત્રિ થી અત્યાર સુધીમાં વડોદરાની કોવિડ સારવાર માટે માન્ય હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરવામાં આવ્યાં છે જેમાં થી સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને 50/50 ની ફાળવણી કરવામાં આવી છે.

આ પૈકી ધીરજ હોસ્પિટલમાં રાખવામાં આવેલા ફ્રી બેડ માટે 20,સયાજી હોસ્પિટલ માટે 1o અને ગોત્રી હોસ્પિટલ માટે 5 નવીન અને અદ્યતન વેન્ટિલેટર આપવામાં આવ્યા છે. જ્યારે આવતીકાલે પાયોનીયર હોસ્પિટલ માં ફ્રી બેડની સુવિધા હેઠળ 15 અને અન્ય 50 ખાનગી હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવશે.

આમ,હવે લગભગ 750 અદ્યતન વેન્ટિલેટર નો પુલ દર્દીઓની જીવન રક્ષક સારવાર માટે ઉપલબ્ધ બન્યો છે જે આપણી ઓક્યુપંસી કરતાં સારો એવો વધુ છે. આ પ્રકારે સારવાર માટેની સાધન સુવિધા ક્ષમતામાં સતત વધારો કરીને વેન્ટિલેટર ની કોઈ અછત ન રહે તેની કાળજી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો