કેમિસ્ટ્રીનો ક્રેઝ યથાવત્:સ્ટેટેસ્ટિક્સ,જિયોલોજી સહિતના વિષયમાં 100 બેઠકો ખાલી રહી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાલી બેઠકો માટે વધુ એક રાઉન્ડ યોજાશે,કેમિસ્ટ્રીનો ક્રેઝ યથાવત્

સાયન્સ ફેકલ્ટીમાં 980 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. જોકે હજુ સ્ટેટેસ્ટિક્સ, જિયોલોજી, જિયોગ્રાફી વિષયની 100 જેટલી બેઠકો બાકી રહી છે. ખાલી રહેલી બેઠકો માટે વધુ એક રાઉન્ડ યોજાશે. સ્ટેટેસ્ટિક્સના વિદ્યાર્થીઓની ભારે ડિમાન્ડ છતાં કેમિસ્ટ્રી માટેનો ક્રેઝ વિદ્યાર્થી-વાલીઓમાં જોવા મળી રહ્યો છે.સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જેમાં હજુ અમુક બેઠકો ખાલી હોવાથી તેના માટે બીજો રાઉન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. 100 જેટલી બેઠકો સ્ટેટેસ્ટિક્સ, જિયોલોજી, જિયોગ્રાફી વિષયની ખાલી રહી છે.

સ્ટેટેસ્ટિક્સના વિદ્યાર્થીઓની ભારે ડિમાન્ડ છતાં કેમિસ્ટ્રી માટેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. કેમિસ્ટ્રી માં પહેલાથી જ સાયન્સ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા 120 બેઠકોની સામે 180 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. બીજી તરફ વર્તમાન સમયમાં ડેટા એનાલિસ્ટની ડિમાન્ડ દરેક કંપનીઓમાં છે તેવા સમયે સ્ટેટેસ્ટિક્સના સ્નાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે નોકરીઓની અનેક તકો ઉપલબ્ધ છે. તાજેતરમાં જ સાયન્સ ફેકલ્ટીમાં સ્ટેટેસ્ટિક્સ વિભાગમાં યોજાયેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને 6 લાખથી 8 લાખ રૂપિયા સુધીના પગારની નોકરીઓ મળી હતી.

છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને વર્તમાનમાં કયા કોર્સની સૌથી વધારે ડિમાન્ડ છે તેની જાણકારીના અભાવે સ્ટેટેસ્ટિક્સ વિભાગમાં 30 બેઠકો ખાલી રહી છે. આ ત્રણ વિભાગ સિવાયના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની, મેથ્સ, ઝૂઓલોજી વિષયની તમામ બેઠકો ફુલ થઇ જવા પામી છે. દરેક વિષયની 120 બેઠકો આવેલી છે, જેમાં મેથ્સની 180 તથા કેમિસ્ટ્રીની 180 બેઠકો આવેલી છે, જે તમામ ફુલ થઇ ગઇ છે. નીટનું પરિણામ જાહેર થયા પછી 50થી 100 જેટલી બેઠકો ખાલી રહેશે ત્યારે ફરી એકવાર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...