• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 100 Riders Of The Country Will Perform Stunts, Practice Heart pounding Stunts 6 year old Boy, 7 year old Girl Race With Bike Worth Lakhs

ભાસ્કર વિશેષ:દેશના 100 રાઈડરો સ્ટંટ્સ કરશે, પ્રેક્ટિસમાં દિલધડક કરતબ 6 વર્ષનું બાળક, 7 વર્ષની બાળકી લાખોની બાઇક સાથે રેસમાં

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવલખી ગ્રાઉન્ડમાં નેશનલ સુપરક્રોસ મુકાબલા માટે 700 મીટરનો ઉબડખાબડ ટ્રેક બન્યો

રવિવારે નવલખીના ટ્રેક પર યોજાનાર મોટોક્રેાસમાં વડોદરાના 27 રાઈડર્સ સહિત દેશના 100 જેટલા રાઈડરો ભાગે લેશે. નેશનલ સુપરક્રોસ ચેમ્પિયનશીપ સ્પર્ધાના ચોથા રાઉન્ડ સાથે શહેરમાં 16મી ઓક્ટોબરના રવિવારે યોજાશે. સ્પર્ધાની પૂર્વ સંધ્યાએ રાઈડરોએ પ્રેકિટસ વેળા દિલધડક સ્ટંટ કર્યા હતા. આ 6 રાઉન્ડની એફઆઈએમએસસીઆઈ નેશનલ સુપરક્રોસ ચેમ્પિયનશીપ 2022નો 4મો રાઉન્ડ હશે.

અગાઉના રાઉન્ડ નાસિક, પૂણે અને કોઈમ્બતુરમાં યાેજાયા હતા, જયારે ફાઇનલ રાઉન્ડ ગોવામાં યોજાશે. સુપરક્રોસ ભારતમાં લોકપ્રિયતા મેળવી રહ્યું છે. વડોદરામાં રેસ માટેનો ટ્રેક 700 મીટર લંબાઇનો છે, જેમાં 13 ડબલ જમ્પ, 2 ટેબલટોપ્સ હૂપ્સ અને સાત બમ્પ્સનો સમાવેશ થાય છે. બરોડા ઓટોમેટીવ રેસીંગ કલબના વડા સુનીલ નિગમે જણાવ્યું કે, સ્પર્ધા માટેની તૈયારીઓ પુરી થઇ ચુકી છે.

રાઇડર માટે કિડની બેલ્ટ ફરજિયાત થયો
​​​​​​​અમારા સમયની મોટોક્રોસ અને આજની સ્પર્ધામાં ફેર છે. પહેલાં સ્પર્ધામાં ઘણાં નિયંત્રણ હતા. હવે રાઈડર વિદેશમાં ટ્રેનિંગ લે છે, કોચ પણ રાખે છે. સુરક્ષા સાધનો વધ્યા છે, કિડની બેલ્ટ ફરજીયાત કરાયો છે. - શ્યામ કોઠારી, પૂર્વ ચેમ્પિયન

રેસર બાળકો વિસ્મય, રિધા 6 મહિનાથી જ બાઇક ચલાવે છે
મોટોક્રોસમાં બાળકોની કેટેગરીમાં છ વર્ષનો વિસ્મય રામ ભાગ લઇ રહ્યો છે. તેના પિતા રવીરામે કહ્યું કે ‘બાઈક તે 6 મહિના પહેલાંજ શીખ્યો છે. ત્રણ સ્પર્ધામાં ત્રીજો-બીજો નંબર આવ્યો છે. જયારે 7 વર્ષની રિધા સૈયદ 6 મહિનાથી જ બાઈક ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...