ભાસ્કર એક્સક્લુઝિવ:જૈન સમાજ દ્વારા કતલખાનામાં લઇ જવાતાં 100 પશુઓને મુક્ત કરાવાશે

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોક્ષરત્ના શ્રીજીની 100મી ઓળીનાં પારણાં
  • 100 ગરીબોને અનાજ, જૈન પરિવારની સાધર્મિક ભક્તિ અને પશુને ભોજન અપાશે

ચાર દરવાજા સ્થિત જાની શેરી ખાતે ઉપાશ્રયમાં બિરાજતાં મોક્ષરત્ના શ્રીજી મહારાજ સાહેબની 30 નવેમ્બરે 100મી ઓળીનાં પારણાં યોજાશે. મહારાજ સાહેબની આ તપસ્યાને ઊજવવા માટે જૈન સમાજ કતલખાને લઈ જવાતાં 100 જીવને છોડાવી તેના ભરણ-પોષણનો ખર્ચ ઉઠાવશે. આ ઉપરાંત 100 ગરીબ લોકોને અનાજની કિટ અપાશે તેમજ 100 જૈન પરિવારોની સાધર્મિક ભક્તિ કરાશે. સાથે દરજીપુરા પાંજરાપોળમાં પશુ માટે લાડું સાથે ઘાસ અપાશે.

મહારાજ સાહેબની 100મી ઓળી 30 નવેમ્બરે પૂરી થઈ
​​​​​​​મહારાજ સાહેબ મોક્ષરત્ના શ્રીજીની 100મી વર્ધમાન તપની ઓળીની 20 નવેમ્બરથી 10 દિવસ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ચોથા દિવસે 23 નવેમ્બરે સવારે 6:15 વાગે જાની શેરી દેરાસરે પ્રભાતિયાં ગવાયાં હતાં. ત્યારબાદ સવારે 8:45 કલાકે શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રય ખાતે 45 આગમોનું પૂજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. આખરે રાતે 8 કલાકે શ્રી દાદા પાર્શ્વનાથ જિનાલય તીર્થ ખાતે શ્રી કુમારપાળ મહારાજાની આરતી અને રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. મહારાજ સાહેબની 100મી ઓળી 30 નવેમ્બરે પૂરી થઈ રહી છે.

30મી સુધી વિવિધ કાર્યક્રમ થશે

  • 24 નવેમ્બરે સવારે 8:30 કલાકે શ્રી દાદા પાર્શ્વનાથ જિનાલય તીર્થ ખાતે વર્ધમાન શક્રસ્ત્રવ અભિષેકનું આયોજન કરાશે.
  • 25 નવેમ્બરે સવારે 8:30 કલાકે સ્નાત્ર મહોત્સવની ઉજવણી થશે.
  • 26 નવેમ્બરે 6:30 કલાકે તપોવંદના સહ તપસ્વી બહુમાન, 2:30 કલાકે સામાયિક બેલુ યોજાશે.
  • 27 નવેમ્બરે સવારે 8:30 કલાકે કુસુમાંજલિ મેલો સર્વ જિણંદા, બપોરે 3 કલાકે સીદાતા સાર્ધમિક બહુમા અને બપોરે 2:30 કલાકે મહેંદી રસમ યોજાશે.
  • 28 નવેમ્બરે સવારે 8:30 કલાકે નવગ્રહ પૂજન
  • 29 નવેમ્બરે સવારે 8:30 કલાકે શાંતિસ્નાત્ર, આંગી અને સાંજે 6:30 કલાકે મહાપૂજા-ભાવના.
  • 30 નવેમ્બરે સવારે 8:45 કલાકે રથયાત્રા યોજાશે. બપોરે 12 કલાકે સંઘ સ્વામી વાત્સલ્ય અને બપોરે 2:30 શ્રી સત્તરભેદી પૂજા યોજાશે.
અન્ય સમાચારો પણ છે...