માસ પ્રમોશન ઇફેક્ટ:કોમર્સમાં 10,800ને પ્રવેશ ગત વર્ષ કરતાં 3 હજાર વધુ, પ્રવેશનો આંક 11 હજારે પહોંચશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં 8800,પાદરા 2 હજાર છાત્રને સમાવાયા

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં 10,800 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો છે. જેમાં 8800ને શહેરમાં, જ્યારે 2000 વિદ્યાર્થીઓને પાદરા ખાતે સમાવાયા છે. ગત વર્ષે 7800 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો. ચાલુ વર્ષે માસ પ્રમોશનને પગલે 3000 જેટલા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. મ.સ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલુ વર્ષે પ્રથમ વર્ષમાં રેકર્ડ બ્રેક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. ચાલુ વર્ષે કોરોનાને પગલે ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. જેને પગલે એફવાયબીકોમમાં પ્રવેશ માટે ધસારો જોવા મળી રહ્યો છે. કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અત્યાર સુધીમાં 8800 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.

જ્યારે પાદરા ખાતે 2 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. પાદરા કોલેજ ખાતે ગત વર્ષે 1300 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો, જેની સામે ચાલુ વર્ષે 700 વધુ વિદ્યાર્થીને પ્રવેશ આપવો પડ્યો છે. કોમર્સ ફેકલ્ટીમાં ગત વર્ષે 6500 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેની સામે ચાલુ વર્ષે 2300 વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગત વર્ષે કુલ 7800 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.

ચાલુ વર્ષે માસ પ્રમોશનના પગલે 3000 જેટલા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. હજુ અમુક વિદ્યાર્થીઓના પ્રવેશ પેન્ડિંગ છે, જેથી ચાલુ વર્ષે 11 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓના ધસારાના પગલે કોમર્સ ફેકલ્ટી દ્વારા સાયન્સ ફેકલ્ટી પાસેથી સી.વી.રામન બિલ્ડિંગ પણ લેવામાં આવી છે, જેથી ઓફલાઇન શિક્ષણ માટે વિદ્યાર્થીઓને કોઇ પરેશાની ન થાય.

અન્ય સમાચારો પણ છે...