5 હજારનો દંડ:CCTV તોડનાર મેડિકલ કોલેજના 10 વિદ્યાર્થીની હકાલપટ્ટી

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ.સ. યુનિ. બોઇઝ હોસ્ટેલ કેમ્પસમાં જેએમ હોલનો બનાવ

એમ.એસ.યુનિવર્સિટીના જે.એમ.હોલમાં સીસીટીવીને નુકશાન કરનાર 10 જેટલા મેડિકલના વિદ્યાર્થીઓને 5 હજાર જેટવો દંડ કરવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની સાથે સીસીટીવી તોડવામાં સીકયોરીટી જવાન પણ મદદગાર હોવાનું ખુલતા તેની પણ હકાલપટ્ટી કરી દેવાઇ છે. તથા સીકયોરીટી એજન્સીને પણ 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં આવેલા જે.એમ.હોલ ખાતે રહેતા મેડિકલના 10 જેટલા વિદ્યાર્થીઓ કે જેમના દ્વારા હોલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા તોડી નાખવામાં આવ્યા હતા. તેની સામે કમીટી બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં દાખલો બેસે તે માટે દરેક વિદ્યાર્થીને 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં દેખાશે તો પણ તેમની સામે પગલા લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...