એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા શોર્ટ ટર્મ સ્કીલ ડેવલપમેન્ટ સર્ટિફિકેટ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કુલ 10 જેટલા વિવિધ નવા કોર્સ શરૂ કરાયા છે. મ.સ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નવા 10 શોર્ટ ટર્મ સ્કીલ ડેવલપમેન્ટ સર્ટિફિકેટ પ્રોગ્રામ શરૂ કરાયા છે. જેમાં ડિજિટલ માર્કેટિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, સર્વિસ મેનેજમેન્ટ જેવા વિવિધ કોર્સનો સમાવેશ થાય છે. આ દરેક કોર્સનો સમય 90 કલાકનો છે તેમજ દરેક કોર્સની ફી રૂા.2500 છે.
જેની એડમિશન પ્રક્રિયા માટે યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. ધો-12 સુધી અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થી કે કોઈપણ ક્ષેત્રમાં ડિપ્લોમા પૂર્ણ કરેલ વિદ્યાર્થી આ કોર્સ માટે અરજી કરી શકે છે. આ સિવાય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન બિઝનેસ મેનેજમેન્ટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન માર્કેટિંગ મેનેજમેન્ટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન સ્ટ્રેટેજિક હ્યૂમન રિસોર્સ મેનેજમેન્ટ કોર્સની પણ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કોર્સનો સમયગાળો એક વર્ષનો છે.
કયા શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરાયા?
સર્વિસ મેનેજમેન્ટ (એવિએશન-એરલાઈન ક્રૂ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ), ડિજિટલ અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેમ્પસ ટુ કોર્પોરેટ - એચઆર સ્કીલ્સ, આંત્રપ્રિન્યોરશિપ અને ન્યૂ વેન્ચર ક્રિએશન), ઈફેક્ટિવ બિઝનેસ કમ્યુનિકેશન, રીટેલિંગ- સેલ્સ એન્ડ ઓપરેશન્સ, ઈમ્પોર્ટ એક્સપોર્ટ- પ્રોસિજર્સ એન્ડ ઓપરેશન્સ, ઓફિસ એડમિનિસ્ટ્રેશન એન્ડ કમ્પ્યૂટિંગ સ્કીલ્સ, ઈફેક્ટિવ સ્કીલ્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.