તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારોની પસંદગી:ભાજપના 76 પૈકી 10 ઉમેદવાર ધોરણ 9 પાસ, 27 ગ્રેજ્યુએટ, ભાજપના 5 ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી ઓછી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • માસ્ટર ડિગ્રી ધરાવતા 17ને ઉમેદવાર તરીકે પસંદ કર્યા

ભાજપે જાહેર કરેલા 76 ઉમેદવારોમાં પાંચ ઉમેદવાર એવા હતા કે જેમની ઉંમર 30 વર્ષથી તેથી ઓછી છે. ભાજપે આ વખતે 60 વર્ષ કે ઓછી ઉંમરના હોય તેવા અને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે જેમાં 30 વર્ષ સુધીના પાંચ ઉમેદવારો ,30થી 40 વર્ષ સુધીના હોય તેવા આઠ, 40થી 50 વર્ષ સુધીના 34 અને 50થી 60 વર્ષ સુધીના 29 ઉમેદવારો છે. તેવી જ રીતે 10 ઉમેદવાર એવા છે કે જેઓ ધોરણ નવ પાસ છે.જ્યારે ધોરણ-12 પાસ હોય તેવા 16 ઉમેદવાર છે. 27 ઉમેદવાર ગ્રેજ્યુએટ છે અને 17 ઉમેદવાર માસ્ટર ડિગ્રી ધરાવે છે .જ્યારે અન્ય પ્રકારનો અભ્યાસ કર્યો હતો તેવા 7 છે.

ભાજપે પાટીદારોની 3 ટિકિટ કાપી, મરાઠી-વણિક ઉમેદવાર 1-1 વધ્યા
પાલિકાએ આપેલી 76 ટિકિટોમાં 15 ટિકિટ પાટીદારોને ફાળવી છે કે, જે ગત ચૂંટણી કરતાં 3 ટિકિટ ઓછી છે. જોકે ગત ચૂંટણીમાં 18 પાટીદારોને ટિકિટ આપી હતી અને તેમાંથી 13 પાટીદાર ચૂંટણી જીત્યા હતા.પાલિકાની 2015માં યોજાયેલી ચૂંટણીમાં પાટીદારોને 18, વણિકને 8, ક્ષત્રિયોને 3, બ્રાહ્મણોને 11, મરાઠીને 6, ઓબીસીને 13, એસસીને 5, એસટીને 3, અન્યને 9 મળી કુલ 76 ટિકિટ આપવામાં આવી હતી.

​​​​​​​જેમાં 13 પટેલ, 6 વણિક, 1 ક્ષત્રિય, 11 બ્રાહ્મણ, 5 મરાઠી, 10 ઓબીસી, 3 એસસી, 2 એસટી અને 7 અન્યો મળી કુલ 58 જીત્યા હતા. જ્યારે ગુરુવારે જાહેર કરેલી યાદી મુજબ પટેલોને 15, વણિકને 9, ક્ષત્રિયને 4, બ્રાહ્મણને 11, મરાઠીને 7, ઓબીસીને 14, અનુસૂચિત જાતિમાં 5, અનુસૂચિત જનજાતિમાં 3 અને અન્ય 8 મળી કુલ 76 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો