તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:10% વિદ્યાર્થી સંમત: ઓફલાઇન વર્ગો માત્ર 55 સ્કૂલોમાં શરૂ થશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 115 સ્કૂલોમાં ધોરણ 10-12 ના રીપીટરની આજથી પરીક્ષા
  • ઘણી સ્કૂલોએ હજી સંમતિ પત્રકો મંગાવવાનું શરૂ કર્યુ નથી

બોર્ડની ધોરણ 10- 12 ની રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ગરૂવારથી શરૂ થનાર છે. 115 સ્કૂલો પર પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે આ તમામ સ્કૂલો પર ધોરણ 12 ના ઓફલાઇન વર્ગો જયાં સુધી પરીક્ષા પૂરી નહિ થાય ત્યાં સુધી શરૂ થઇ શકશે નહિ. શહેરમાં 170 જેટલી શાળાઓ ધોરણ 11-12 ધરાવે છે. બોર્ડ પરીક્ષાના કેન્દ્રોને બાદ કરતા બચેલી 55 સ્કૂલોમાં ઓફલાઇન વર્ગો શરૂ થઇ શકશે જોકે આ સ્કૂલો માટે પણ 10 ટકા કરતાં ઓછા વિદ્યાર્થીઓએ સંમતિ મોકલી છે.

15 મી જુલાઇ બુધવારથી રીપીટર વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ થશે જેમાં ધોરણ 10 ના 99 કેન્દ્રો ના 838 બ્લોકમાં 17,189 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સાયન્સમાં 7 બિલ્ડીંગ ના 100 બ્લોકમાં 1972 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 16 બિલ્ડિંગ પર 175 બ્લોકમાં 3407 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ 115 સ્કૂલો પર પરીક્ષા લેવાશે. જેથી આ સ્કૂલોમાં ધોરણ 12 ના વર્ગો શરૂ થઇ શકશે નહિ. 170 જેટલી શાળાઓ ધોરણ 11-12 ધરાવે છે. માત્ર 55 સ્કૂલોમાં ઓફલાઇન વર્ગો શરૂ થઇ શકશે જેમાં 10 ટકા કરતાં ઓછા વિદ્યાર્થીના સંમતિ પત્રો આવ્યા છે ઘણી સ્કૂલોએ તો હજુ સુધી સંમતિ પત્રકો મંગાવવાનું શરૂ કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...