તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલ:સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા 10 નવા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 30 બેઠકોવાળા કોર્સમાં ઓનલાઇન અભ્યાસ કરાવાશે

સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં નવા 10 સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે. મેડિકલ એસ્ટ્રોલોજી સહિતના કોર્સની 3 મહિનાની સમય મર્યાદા રહેશે.યુનિ.ના સંસ્કૃત મહાવિદ્યાલયમાં નવા શૈક્ષણિક વર્ષથી નવા 10 સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાનો નિર્ણય બોર્ડ ઓફ સ્ટડીમાં લેવાયો છે. આર્ટસ ફેકલ્ટીના ડીન આધ્યા સક્સેના તથા સંસ્કૃતના ઓએસડી હિતેશ રાવ્યાના માર્ગદર્શન હેઠળ મળેલી બોર્ડ ઓફ સ્ટડીઝમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક રામપાલ શુક્લાએ જણાવ્યું હતું કે, 3 મહિનાની અવધિના 10 જેટલા અભ્યાસક્રમો શરૂ કરાશે. 30 બેઠકોવાળા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસની તક પણ અપાશે. સરકાર દ્વારા જ્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે તે સમયે આ કોર્સ ઓફલાઈન માધ્યમથી ભણાવવામાં આવશે. મેડિકલ એસ્ટ્રોલોજી, યોગાના અભ્યાસક્રમનો પણ સમાવેશ થાય છે. મનુષ્યની જન્મપત્રિકાથી ગ્રહોની દશા પ્રમાણે કયા રોગ થઈ શકે છે તેવી માહિતી મેડિકલ એસ્ટ્રોલોજીના માધ્યમથી જાણી શકાય છે.

કયા 10 અભ્યાસક્રમ શરૂ કરાશે ? - સર્ટિફિકેટ કોર્સ ઇન સ્પિરિચ્યૂઅલ લીડરશિપ એન્ડ ઇન્ડિયન ફિલોસોફી - સર્ટિફિકેટ કોર્સ ઈન મેડિકલ એસ્ટ્રોલોજી - પ્રેક્ટિકલ પ્રિન્સિપલ ઓફ વાસ્તુશાસ્ત્ર -પ્રેક્ટિકલ યુટિલિટી ઓફ એસ્ટ્રોલોજી - સર્ટિફિકેટ કોર્સ ઇન સંસ્કૃત લેંગ્વેજ - સર્ટિફિકેટ કોર્સ ઇન સ્પિરિચ્યૂઅલ એન્ડ યોગા - સર્ટિફિકેટ કોર્સ ઇન પ્રેક્ટિકલ યૂઝ ઓફ ભગવદ ગીતા - સર્ટિફિકેટ કોર્સ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ ધર્મશાસ્ત્ર ઇન લાઈફ - સર્ટિફિકેટ કોર્સ ઈન સ્ટડી ઓફ નીતિશાસ્ત્ર - સર્ટિફિકેટ કોર્સ ઈન ગ્લોરિયસ સાયન્ટિફિક ટ્રેડિશન ઓફ ભારત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો