કોરોના વડોદરા LIVE:છેલ્લા 36 કલાકમાં નવા 10 કેસ, માત્ર 1 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 43 થઇ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેરમાં હાલમાં 40 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં​ નવા 10 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,113 પર પહોંચી ગઇ છે. વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,313 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 43 થઇ ગઇ છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 40 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 36 કલાકમાં એકતાનગર, ગોત્રી, માંજલપુર, નવાયાર્ડ, દંતેશ્વર અને તરસાલી​ ​​​વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 36 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 0, પશ્ચિમ ઝોનમાં 4, ઉત્તર ઝોનમાં 3 અને દક્ષિણ ઝોનમાં 3 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...