તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • 10 Youth Were Caught Drinking Liquor At A Birthday Party In New Alkapuri Area Of Vadodara, 13 Young Women Were Also Present At The Party

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની મહેફિલ પર રેડ:વડોદરાના ન્યૂ અલકાપુરીમાં દારૂની મહેફિલમાં દરોડો, વિદેશમાં ભણતા 6 નબીરા અને 13 યુવતી સહિત 23 પકડાયાં

વડોદરાએક મહિનો પહેલા
નેપ્ચ્યુન ગ્રીનવુડ બંગલોઝમાં રેડ પાડીને દારૂની મહેફિલ માણતા 10 નબીરાઓને ઝડપી પાડ્યા હતા. આ પાર્ટીમાં 13 યુવતીઓ પણ હાજર હતી, તેમના સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ તેમની સામે કાર્યવાહી થશે
 • લક્ષ્મીપુરા પોલીસે 10 યુવકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
 • 13 યુવતીઓના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલ્યા, રિપોર્ટ બાદ યુવતીઓ સામે ફરિયાદ નોંધાશે
 • દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા તમામ કોલેજના વિદ્યાર્થીઓ છે
 • ટકીલા અને વોડકા સહિતના મોંઘી વિદેશી દારૂની બ્રાન્ડની બોટલો મળી આવી

ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલા ગ્રીનવુડ બંગ્લોમાં શનિવારે રાતે ચાલતી હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી 13 યુવતી સહિત 23 નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જે પૈકી 6 તો વિદેશમાં અભ્યાસ કરે છે તેમજ ઉદ્યોગપતિ, િબલ્ડર અને ડોક્ટરના સંતાનો હોવાનું પણ સપાટી પર અાવ્યું છે. પોલીસને બંગ્લોમાંથી વોડકા, ટકીલાની બોટલો મળી આવતાં તમામના લોહીના નમૂના લીધા હતા. યુવતીઓના રિપોર્ટ અાવ્યા બાદ કાર્યવાહી કરાશે. સ્થળ પરથી મળી આવેલી 4 કાર અને 10 નંગ મોંઘાદાટ મોબાઈલ મળી કુલ રૂ. 27 લાખની મતા જપ્ત કરાઈ હતી.

ગ્રીનવુડ્સ બંગલોઝમાં દારૂની મહેફિલ ચાલતી હતી
ગ્રીનવુડ્સ બંગલોઝમાં દારૂની મહેફિલ ચાલતી હતી

નબીરાઓએ પરિવારને ફોન કરતા અફરાતફરી મચી
પોલીસની એન્ટ્રી થતાં નબીરાઓએ પરિવારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસને ભલામણ કરવા ઉપરાછાપરી ફોન આવ્યા હતા. જોકે પોલીસ ટસની મસ થઈ ન હતી. તમામને લક્ષ્મીપુરા પોલીસ મથકમાંથી તેમના વાલીઓએ જામીન પર મુક્ત કરાવ્યાં હતાં. સવારે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં મીડિયાની એન્ટ્રી થતાં નબીરા અને માતા-પિતાઓમાં નાસભાગ મચી હતી. મહેફિલમાં મોટાભાગના નબીરા ઉદ્યોગપતિઓના સંતાનો હોવાનું સપાટી પર આવ્યું છે. કેટલાક યુવક અને યુવતીઓ જાણીતા બિલ્ડર અને ડોક્ટરના નબીરા હતા. જે મિત્રની બર્થડે પાર્ટી માટે એકત્ર થયા હતા.

પોલીસે દારૂ, મોબાઇલ અને કાર મળીને 27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ન્યૂ અલકાપુરી રોડ પર ઝાયડેક્સ બિલ્ડિંગની ગલીમાં નેપ્ચ્યુન ગ્રીનવુડ બંગ્લોમાં 20 થી 25 યુવક-યુવતી દારૂની મહેફિલ કરી રહ્યાં છે, તેવી બાતમી મળી હતી. લક્ષ્મીપુરા પોલીસે નેપ્ચ્યુન ગ્રીનવુડના 5 નંબરના રાજ હિતેશભાઈ ચગ(પંજાબી)નાં બંગ્લામાં દરોડો પાડ્યો હતો. ટેબલ પર દારૂની બોટલો, જેમાં 3 ખાલી અને એક અડધી ભરેલી બોટલ મળી હતી. 26 પ્લાસ્ટિકના ગ્લાસ તેમજ કોલ્ડ્રિંક્સ મૂકી ત્યાં મહેફિલ માણતાં હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે વિદેશી દારૂની 4 બોટલ, 10 મોંઘાદાટ મોબાઈલ અને 4 કાર મળી 27 લાખની મતા જપ્ત કરી 13 યુવતી અને 10 યુવકો મળી કુલ 23ની અટકાયત કરી લોહીના નમૂના લીધા હતા. જેમાં યુવતીઓના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે.

દારૂની મહેફિલ માણતા 10 યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
દારૂની મહેફિલ માણતા 10 યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

યુવતીઓએ દારૂનું સેવન કર્યા અંગેનું જણાશે તો તેમની સામે કાર્યવાહી થશે
બી ડીવીઝનના એસીપી બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, 13 યુવતીઓ સહિત 23 લોકો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. જે પૈકી 10 યુવકોએ દારૂનું સેવન કર્યું હોવાથી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 13 યુવતીઓના બ્લડ સેમ્પલ લઇ તપા માટે મોકલી આપવામાં આવ્યા છે. જો તેમાં યુવતીઓએ પણ આલ્કોહોલનું સેવન કર્યા અંગેનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.

પોલીસે 4 લક્ઝુરીયસ કાર જપ્ત કરી હતી
પોલીસે 4 લક્ઝુરીયસ કાર જપ્ત કરી હતી

10 નબીરોઓ નશામાં ચૂર હતા
લક્ષ્મીપુરા પોલીસે નેપ્ચ્યુન ગ્રીનવુડમાં રેડ કરી ત્યારે નબીરાઓ ટેબલ પર બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને નશામાં ચૂર હતા. પોલીસે યુવક અને યુવતીઓના બ્લડ સેમ્પલ લીધા છે અને તપાસ માટે મોકલ્યા છે. પોલીસે હાલ યુવકો સામે ફરિયાદ નોંધી છે અને રિપોર્ટ આવ્યા બાદ યુવતીઓ સામે પણ ગુનો નોંધાશે.

લક્ષ્મીપુરા પોલીસે 10 યુવકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
લક્ષ્મીપુરા પોલીસે 10 યુવકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી

દારૂની મહેફિલમાં પકડાયેલા યુવકો નામ

 • રાજ હિતેશભાઇ ચગ(પંજાબી), (રહે, 5, નેપ્ચ્યુન ગ્રીનવુડ, ન્યુ અલકાપુરી, ગોત્રી, વડોદરા) - રહે, 5, ગ્રીનવુડ, ન્યુ અલકાપુરી, માર્કેટિંગ, USA
 • શાલિન વિશાલભાઇ શર્મા, (રહે, ડી-501, સ્પ્રીંગ રીટ્રીટ, વાસણા-ભાયલી રોડ, વડોદરા ) - ્પ્રિંગ સ્ટ્રીટ, વાસણા ભાયલી રોડ, એન્જીનીયરીંગ, ગાંધીનગર
 • માલવેગ કેતનભાઇ પ્રજાપતિ (રહે, 201,202, વ્રજનંદન ફ્લેટ, ગોત્રી, વડોદરા) - વ્રજનંદન ફ્લેટ, ગોત્રી, એડવરટાઈઝ, મુંબઇ
 • વાત્સલ્ય પંકજભાઇ શાહ (રહે, અંતરીક્ષ એલીગંજ, વાસણા રોડ, વડોદરા) - અંતરિક્ષ એલિગંજ, વાસણા રોડ, બિઝનેશ મેનેજમેન્ટ, કેનેડા
 • રોહિત વિષ્ણુભાઇ પટેલ (રહે, 20, ભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા, વડોદરા) - ભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા, કોમર્સ, કેનેડા
 • ધ્રુવિલ કેતનભાઇ પરમાર (રહે, એ-102, સાંકેત એપાર્ટમેન્ટ, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા ) - સાકેત એપાર્ટમેન્ટ, જુના પાદરા રોડ, બિઝનેસ મેનેજમેન્ટ, રાજકોટ
 • આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમાર (રહે, 11, નિર્મલનગર સોસાયટી, અકોટા, વડોદરા) - નિર્મળનગર સોસાયટી, અકોટા, BBA, કેનેડા
 • વ્રજ સચિનભાઇ શેઠ (રહે, 41, શ્રીનગર સોસાયટી, અકોટા, વડોદરા) - શ્રી નગર સોસાયટી, અકોટા, એમબીએ, મુંબઇ
 • મારુક સાદ્દીકઅલી પાદરી, (રહે, 3/4, આંગન બંગ્લોઝ, તાંદલજા, વડોદરા) - આંગન બંગલોઝ, તાંદલજા, લો, લંડન
 • વરૂણ ગૌતમભાઇ અમીન (રહે, 53, સેવાશ્રમ સોસાયટી, વાસણા રોડ, વડોદરા) - સેવાશ્રમ સોસાયટી, વાસણા રોડ, એન્જીનીયરીંગ, USA
13 યુવતીઓના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલ્યા, રિપોર્ટ બાદ યુવતીઓ સામે ફરિયાદ નોંધાશે
13 યુવતીઓના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલ્યા, રિપોર્ટ બાદ યુવતીઓ સામે ફરિયાદ નોંધાશે

બંગ્લોમાંથી શું શું મળી આવ્યું?
ન્યુ લહેરીપુરા રોડ પર ગ્રીનવુડ બંગલોમાં ચાલી રહેલી પાર્ટીમાંથી મકાનના બેઠકરૂમમાંથી એક બોટલ TAQUILA RESERVA 1800 ANRJO, એક બોટલ BAILEYS THE ORIGINAL fresh cream મળી આવી હતી. મકાનના બાથરૂમમાંથી ત્રણ ખાલી બોટલ મળી હતી. એક પર ABSOLUT VODKA અને બીજી COGNAC Hennessy ની બોટલ હતી. આ સિવાય ઠંડા પીણાંની બોટલો, 2 નંગ ટોનિક વોટર કોલડ્રિન્ક મળી આવી હતી.

કેટલાક યુવકો નાસી ગયા હોવાની ચર્ચા
પોલીસે દરોડો પાડી 10 યુવકો સહિત 23ની અટકાયત કરી હતી. આ સિવાય અન્ય નબીરા પણ આ પાર્ટીમાં હાજર હતા. જોકે દરોડો પડતા જ સ્થળ પરથી ભાગી છૂટ્યા હોવાની ભારે ચર્ચા છે.

2016માં અખંડ ફાર્મ પર દરોડો પાડ્યો હતો
2016માં અંપાડના અખંડ ફાર્મ હાઉસમાં VVIP પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ઉદ્યોગપતિ, બિઝનેસમેન અને તેમની પત્નીઓ તથા અન્ય મહિલા સહિત 250થી વધુ લોકો ઝડપાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો