તહેવારો ટાણે પાલિકાની ખોરાકી શાખા કામે લાગી છે. પાલિકાની અલગ અલગ ટીમોએ 27 સ્થળોએ ચેકીંગ કરી 324 નમૂનાઓ લીધા હતા. જ્યારે 10 લીટર અખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. જ્યારે 2 લીટર સિન્થેટિક કલરનો પણ નાશ કર્યો હતો.
ક્રિસમસ, મકરસક્રાંતી પર્વને ધ્યાનમાં રાખી પાલિકાની ખોરાકી શાખાની વિવિધ ટીમો ચેકીંગ માટે મેદાને ઉતરી હતી. પાલિકાની ટીમોએ ખંડેરાવ માર્કેટ, માંજલપુર, મકરપુરા જી.આઇ.ડી.સી., છાણી, નિઝામપુરા, માંડવી, સંગમ, કારેલીબાગ, પાણીગેટ, અલકાપુરી, સમા રોડ, ગોરવા, વાસણા રોડ, ભાયલી રોડ, બી.પી.સી. રોડ, અકોટા, આર.સી.દત્ત રોડ, ઓ.પી.રોડ, ફતેગંજ, સયાજીગંજ, વાઘોડીયા રોડ, રાવપુરા સહિતના વિસ્તારમાં 17 મેન્યુફેકચરીંગ, બેકરી યુનીટો, તેમજ 68 દુકાનો અને મોલમાં ચેકીંગ કર્યુ હતું. ટીમે ત્યાંથી મેથીનાં લાડુ, ડ્રાય ફ્રુટ લાડુ, જાયફળ, વિવિધ ચીક્કીઓ, સીંગ ચીક્કી, માવા ચીક્કી, તલ ચીક્કી, ઉંધીયુ, જલેબી, ગોળ, તેલ, બેસન, ઘી, વિગેરેનાં નમૂના લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.