જંગ:MSU સેનેટની જનરલ કેટેગરીમાં 10 ફોર્મ ભરાયાં

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કાલે સત્તાધારી જૂથના 9 ઉમેદવાર ફોર્મ ભરશે
  • 27મી નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

MSU સેનેટની જનરલ કેટેગરી માટે 10 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. સત્તાધારી જૂથના 9 ઉમેદવાર ગુરુવારે ફોર્મ ભરશે. 27 નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. સેનેટની જનરલ કેટેગરીની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે.

જે માટે કોમર્સમાંથી અમર ઢોમસે, લોમાંથી કિશોર પીલ્લાઇ, શૈલેષ વ્યાસ, ફાઇન આર્ટસમાંથી હેતલ પરીખ, જર્નાલીઝમમાંથી સરલ પટેલ, આર્ટસમાંથી ઉમંગ ગુપ્તા, અમરીશ પટેલ, સોશિયલ વર્કમાંથી કપિલ જોશી, સમીર મહાજન, જયમેશ ઓઝા, અર્જુનસિંહ સોલંકીએ ફોર્મ ભર્યાં છે.

ગુરુવારે સત્તાધારી જૂથના ઉમેદવારો ફોર્મ ભરશે. જેમાં આર્ટસમાંથી દિનેશ યાદવ, મેનેજમેન્ટમાંથી સત્યેન કુલાબકર, સાયન્સમાં હેમલ મહેતા, મેડિસીનમાં ડો.મીતેશ શાહ, હોમ સાયન્સમાંથી અભિલાષા અગ્રવાલ, ફાઇન આર્ટસમાં ચંદ્રશેખર પાટીલ, પર્ફોર્મિંગ આર્ટસમાં વિનોદ પટેલ, લોમાં અવધૂત સુમન, કોમર્સમાં સુશાંત મખ્ખીજાનીએ ફોર્મ ભરશે.

અન્ય સમાચારો પણ છે...