મહાકાય અજગરનું રેસ્ક્યૂ:વડોદરાના ફાજલપુરમાં 10 ફૂટ લાંબો અજગર રેસ્ક્યૂ કરાયો, જોવા માટે ગ્રામજનો ઉમટ્યા

વડોદરા9 દિવસ પહેલા
અજગરને જસ્ટ કોલ સેવ એનિમલ સંસ્થાના કાર્યકરો દ્વારા રેસ્કયૂ કરવામાં આવ્યો હતો.

વરસાદની સીઝનમાં મગરો, અજગર અને સાપ જેવા જીવો રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા નજીક આવેલા ફાજલપુર ગામના એક ફાર્મ હાઉસમાં 10 ફૂટનો મહાકાય અજગર આવી પહોચ્યો હતો. આ અજગરને જસ્ટ કોલ સેવ એનિમલ સંસ્થાના કાર્યકરો દ્વારા રેસ્કયૂ કરવામાં આવ્યો હતો. આ અજગર 10 ફૂટ લાંબો હતો.

અજગરને જોઈ લોકો ગભરાઈ ગયા
ફાજલપુર ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં અજગર આવી પહોંચતા ફાર્મ હાઉસમાં રહેતા વ્યક્તિએ જસ્ટ કોલ સેવ એનિમલ સંસ્થાને કર્યો હતો. તુરંત જ સંસ્થાના કાર્યકરો સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સાવચેતીપૂર્વક અજગરને રેસ્ક્યૂ કર્યો હતો. અજગર દેખાતા લોકો ટોળે વળી ગયા હતા. અજગરને જોઇ લોકો એક તબક્કે ગભરાઈ ગયા હતાં. અજગરનું રેસ્કયૂ કરાતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અજગરને વન વિભાગને સોંપાયો
આ અંગે જસ્ટ કોલ સેવ એનિમલ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે અમારી સંસ્થાના હેલ્પ લાઈન નંબર પર ફાજલપુર ગામમાં આવેલા ફાર્મ હાઉસથી ફોન આવેલો કે, અહીં અંદાજે 15થી 20 ફૂટ લાંબો મહાકાય અજગર આવી ગયો છે. સંસ્થા દ્વારા તુરંત જ નજીકમાં રહેતા ટીમના પૂનમભાઈને જાણ કરી સ્થળ ઉપર નિરીક્ષણ કરવા મોકલવામાં આવ્યા હતા. ત્યાં જઈને નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવ્યું કે, અંદાજે 10 ફુટનો અજગર છે. તેને સહી સલામત રેસ્ક્યું કરી હર્ષ ભટ્ટ સાથે મળીને વડોદરા, સામાજીક વનીકરણ, કોરેલીબાગ કચેરીમાં જમા કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...