કાર્યવાહી:ઓનલાઇન ચાઇનીઝ દોરીઓ વેચતી 10 કંપની, ઉત્પાદક-ડિલરને નોટિસ અપાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે લોકોના મોત થયા બાદ શહેર પોલીસે અભિયાન શરૂ કર્યું
  • રીલના​​​​​​​ ઉત્પાદક અને ડિલરને પણ પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવશે

પ્રતિબંધિત ચાઇનીસ દોરીનું ઓનલાઈન વેચાણ કરતી 10 કંપનીઓને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવશે એનાથી આગળ વધી જપ્ત કરાયેલી રિલોના ઉત્પાદક અને ડીલરને પણ નોટિસ આપી જથ્થાના વેચાણ અને વિતરણની વિગતો માંગવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બે લોકોના મોત થયા બાદ પોલીસ કમિશ્નર ડો શમશેર સિંગની સૂચનાથી પ્રતિબંધિત ચાઇનીસ દોરી વેચતા 15 લોકોને ઝડપી લાખોનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.

જોકે પ્રતિબંધિત ચાઇનીસ દોરીનું સોશિયલ મીડિયા ઉપર ઓનલાઇન વેચાણ બેકોફ ચાલતું હોવાનું ધ્યાન ઉપર આવતા આવા એકાઉન્ટ શોધી કાઢ્યા હતા.પોલીસે 12 જેટલી કંપનીઓ શોધી કાઢી હતી અને આવી પ્રતિબંધિત ચાઇનીસ દોરીના વેચાણ અંગેની જાહેરાતો બંધ કરવા માટે નોટિસ આપવાનો નિર્ણય કરી એ અંગેની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ કમિશ્નરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...