નજારો:10-12 અને 14મીએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નરી આંખે જોઈ શકાશે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 4.50 લાખ કિલો વજનનું સ્પેસ સ્ટેશન દર કલાકે 28,800 કિમીનું અંતર કાપે છે

શહેરીજનો આગામી 10, 12 અને 14 જાન્યુઆરીના રોજ આકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને પસાર થતું નરી આંખે જોઈ શકશે. સાડા ચાર લાખ કિલો વજનનું અવકાશ મથક પ્રતિ કલાકે 28,800 કિ.મી.ની ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. અવકાશ મથકમાં અવકાશયાત્રીઓ ઝીરો ગ્રેવિટીમાં રહે છે. સ્પેસ સેન્ટરની લંબાઈ ફૂટબોલના મેદાન જેટલી છે. ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેરીજનોને 10મી જાન્યુઆરીએ વહેલી સવારે 6:16 કલાકથી ઉત્તર-વાયવ્યમાં પ્રારંભ થઈને પૂર્વ દિશામાં સવારે 6:22 કલાકે અગ્નિ કોણમાં અસ્ત થતું સ્પેસ સ્ટેશન જોવા મળશે.

જ્યારે 12 જાન્યુઆરીના રોજ સાંજના 7:36 કલાકથી 7:40 કલાક સુધી નૈઋત્ય અને દક્ષિણ અને અગ્નિ કોણની વચ્ચે જોઈ શકાશે. જ્યારે 14 જાન્યુઆરીના રોજ સાંજના 7:37 કલાકથી 7:43 કલાક સુધી અગ્નિ કોણમાં આકાશની મધ્યે સ્પેસ સેન્ટર પસાર થતું જોવા મળશે.

આગામી 10, 12 અને 14 જાન્યુઆરીએ આકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર નરી આંખે જોવા મળશે. આ અદભુત ઘટનાને જોવા માટે શહેરીજનો પણ ઉત્સાહમાં છે. કેટલાક શહેરીજનો આ અદભુત ઘટનાને એકદમ નજીકથી જોવા માટે પોતાના છત પર ટેલિસ્કોપ પણ ગોઠવી દીધાં છે. જોકે સૂર્યનો પ્રકાશ પડવાથી ઈન્ટરનશનલ સ્પેસ સેન્ટર ચળકતા ભાગ સ્વરૂપે જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...