ક્રાઇમ:કરજણ ટોલનાકા પાસે બસમાં 9 કિલો ગાંજા સાથે 1 પકડાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી બસમાં બેઠેલા રાજકોટના શખ્સને ઝડપી લીધો

જીલ્લાના કરજણ ભરથાણા ટોલનાકા પાસેથી જીલ્લા એસઓજી પોલીસે લકઝરી બસમાં બાતમીના આધારે ચેક કરીને જામનગરના શખ્સને 9 કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. પોલીસે બનાવ સંબંધે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પુછપરછ શરૂ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ પાન મસાલાના થેલામાં ગાંજો ભરીને રાજકોટ જામનગર તરફ જઇ રહ્યો છે અને અંકલેશ્વર વાલીયા ચોકડીથી શિવાલી ટ્રાવેલ્સની બસમાં કંડક્ટરની પાછળની સીટ પર બેસીને વડોદરા તરફ આવી રહ્યો છે.

જેથી જીલ્લા એસઓજી પોલીસે ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી બસ આવતાં અટકાવીને બસમાં બેઠેલા તોકીર ઉર્ફે સાજીદ કાદર બલોચ (રાજકોટ)ને ઝડપી લીધો હતો. પોલીસે તેની તલાશી લેતાં 9 કિલો 908 ગ્રામ ગાંજો (કિંમત રૂા.99,080) મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને ગાંજો કયાંથી લાવતો હતો અને કોને કોને આપવાનો હતો તે સહિતના મુદ્દા પર તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...