તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:દર 16 ટેસ્ટમાં 1 પોઝિટિવ કેસ, હોસ્પિટલોમાં પહેલીવાર દાખલ દર્દીનો આંક 5 હજારને પાર

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિના પહેલાં 48 ટેસ્ટમાં 1 પોઝિટિવ અાવતો હવે સંક્રમણની ગતિ તેજ બની, કોવિડ હોસ્પિટલોમાં કુલ 5073 દર્દી દાખલ
 • િક્રકેટર ઇરફાન પઠાણ, MGVCLના 6 કર્મીઓ પણ સંક્રમિત,1857 દર્દી ICU-ઓક્સિજન પર: 25ના મોત, ચોપડે માત્ર 1 નોંધાયું

શહેરમાં કોરોનાનું સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. સોમવારે 324 નવા કેસ અને મંગળવારે 353 પોઝિટિવ કેસ સાથે સર્વોચ્ચ રેકોર્ડ થયો હતો. છેલ્લા બે દિવસમાં કોરોનાની સારવાર દરમિયાન 40થી વધુ દર્દીના મોત થયા હતા. જેમાં મંગળવારે એક જ દિવસમાં 25થી વધુ દર્દીની સ્મશાનમાં કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરાઇ હતી. જો કે પાલિકાના ચોપડે સત્તાવાર એક જ મોત નોંધાયું હતું.

એક મહિના અગાઉ સરેરાશ 48 સેમ્પલ ચકાસતા એક પોઝિટિવ કેસ આવતો હતો. હવે સંક્રમણની તીવ્રતા વધતાં મંગળવારે સરેરાશ દર 16 ટેસ્ટમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. શહેરમાં કોરોના બેડ પરના દર્દીઓની સંખ્યાં પહેલીવાર 5073 પર પહોંચી ગઇ છે. જે પૈકી 1857 ICU અને ઓક્સિજન બેડ પર સારવાર લઇ રહ્યાં છે, જે સ્થિતિની ગંભીરતા બતાવી રહ્યું છે.

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક કોરોનાના નવા 353 પોઝિટિવ દર્દીઓ આવ્યાં હતા. જ્યારે બીજી તરફ વડોદરાની હોસ્પિટલોમાં બેડ પર સારવાર લેતા દર્દીઓની સંખ્યા પહેલીવાર 5000ને વટાવી ગઇ છે. મંગળવારે બેડ પરના દર્દીઓની સંખ્યા 5073 પર પહોંચી ગઇ છે.હોસ્પિટલોમાં હવે 5073 પોઝિટિવ દાખલ દર્દી, 1857 ICU-ઓક્સિજન બેડ પર સારવાર લઇ રહ્યાં છે. જોકે છેલ્લા બે દિવસ સોમવાર-મંગળવાર દરમિયાન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 677 નોંધાઇ હતી. એક મહિના અગાઉ શહેરમાં કોરોનાના નવા રોજિંદા કેસ 44 આવતા હતા. ત્યારે ટેસ્ટિંગ 4822ની આસપાસ થતું હતું. એટલે કે સરેરાશ 48 ટેસ્ટિંગે એક પોઝિટિવ આવતો હતો. ત્યારબાદ વાઇરસ અચાનક જ ચેપી બની ગયો હતો. 30મી માર્ચે 5512 ટેસ્ટિંગમાં 353 કેસ આવ્યાં હતા. અેટલે કે હવે 16 ટેસ્ટિંગે એક પોઝિટિવ આવે છે.

મંગળવારે એમજીવીસીએલના 6 કર્મીઓ, 10 શિક્ષકો પણ કોરોનાના ભરડામાં આવી ગયા છે. આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 27,998 પર પહોંચી ગઇ છે. છેલ્લાv24 કલાક દરમિયાન કોરોનાની સારવાર દરમિયિન 25ના મોત નિપજ્યાં છે. છેલ્લા 2 દિવસમાં 40થી વધુના મોત થયા છે. હાલમાં આઇસીયુ બેડ પર 947 દર્દીઓ, ઓક્સિજન બેડ પર 1960 અને માઇલ્ડ સિમ્પ્ટોમેટિક 2166 લોકો હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, હજી સુધી સત્તાવાર 249 મોત કોરોનાથી થઇ ચૂક્યા છે. જ્યારે બે દિવસ દરમિયાન 326 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં વડોદરામાં 5,995 લોકો ક્વોરન્ટાઇન છે.

ગાંધીનગર અને ભરૂચથી 47 તબીબ બોલાવવા પડ્યાં
10 દિવસ અગાઉ એસએસજીમાં કામ કરતા 160 જેટલા ઇન્ટર્ન તબીબોની ઇન્ટર્નશિપ પૂરી થઇ જતાં તેઓ ચાલ્યા ગયા હતા. ત્યારબાદ કેસો વધતાં કોવિડ દર્દીઓનુંં મેનેજમેન્ટ ગોત્રી અને એસએસજીમાં મુશ્કેલ બન્યું હતું. તેને પહોંચી વળવા ગાંધીનગર અને ભરૂચથી 47 અને ભાવનગરથી 15 તબીબો પણ બોલાવાયા હતા. તેમને એસએસજી-ગોત્રી અને આઇડી હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ શિફ્ટ કરીને તેમની સેવાઓનો ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. આ ઉપરાંત વડોદરાની વિવિધ 12 નર્સિંગ કોલેજના 78 નર્સિંગ વિદ્યાર્થીઓને પણ નર્સિંગ સહાયક તરીકે કોરોના ડ્યુટિમાં નિયમિત નર્સિંગ કર્મીઓના સહાયક તરીકે જોડવામાં આવ્યાં છે. એમબીબીએસની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં પાસ થયેલા 162 વિદ્યાર્થીઓ પણ તબીબ તરીકે 1લી એપ્રિલથી જોડાશે.

ગોત્રી-SSGમાં 83 વેન્ટિલેટર બેડ જ ખાલી
20મી માર્ચથી 30મી માર્ચ સુધીના 10 દિવસમાં જ વડોદરામાં કોરોનાના રોજના કેસો ત્રણ ગણાથી પણ વધુ વધી ગયા છે. હવે સરકારી હોસ્પિટલો એસએસજી અને ગોત્રીમાં 83 વેન્ટિલેટર બેડ જ ખાલી રહ્યાં છે. આ બેડમાં એસએસજીમાં 39 વેન્ટિલેટર બેડ અને ગોત્રીમાં 54 વેન્ટિલેટર ખાલી બેડનો સમાવેશ થાય છે. શહેરની એસએસજીમાં હાલમાં 56 દર્દીઓ બાયપેપ વેન્ટિલેટર પર અને 5 ઇન્વેઝિવ વેન્ટિલેટર પર તથા ગોત્રીમાં 52 બાયપેપ અને 2 ઇન્વેઝિવ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યાં છે. બીજી તરફ મંગળવારે એસએસજીમાં કુલ 298 દર્દીઓ સારવાર હેઠળ હતા. જ્યારે હજી 270 બેડ ખાલી છે. 109 દર્દીઓ આઇસીયુમાં છે. 91 જેટલા જ આઇસીયુ બેડ ખાલી રહ્યાં છે. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં 133 આઇસીયુ બેડ પૈકીના માત્ર 67 જ ખાલી રહ્યાં છે. ગોત્રી હોસ્પિટલમાં ઇમરજન્સી સ્થિતિને ધ્યાનમા રાખીને એક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જેથી વેન્ટિલેટરમાં સમસ્યા સર્જાયતો તુરંત ઉકેલ લાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો