તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગત 1 જાન્યુઆરીએ બેંગ્લોરથી ગોવા અને દમણ જવાનું જણાવી કાર ભાડે કરીને નીકળેલા 2 શખ્સો વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે પર કાર ચાલકને ધક્કો મારી કારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. કારમાં 2800 રોકડા, મોબાઇલ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને કારના દસ્તાવેજો પણ હતા. પીસીબી પોલીસે આ લૂંટ ચલાવનારા 2 શખ્સ પૈકી એકને ઝડપી લઇ તેની પાસેથી કાર અને મોબાઇલ કબજે કર્યા હતા.
આ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર બેંગ્લોરમાં રહેતો કાર ચાલક સંતોષકુમાર શ્રીનિવાસ બેંગ્લોરમાં ઇલેક્ટ્રોનિક સિટી સોફ્ટવેર કંપની પાસેના પાર્કિંગમાં ઊભો હતો. દરમિયાન 24 વર્ષિય યુવકે ગોવા-દમણ જવાનો રેટ પૂછી કાર ભાડે કરી હતી. તેણે 3 હજાર એડવાન્સ આપ્યા હતા. ત્યારબાદ આગળથી 40 વર્ષના વ્યક્તિને કારમાં બેસાડી દમણ આવવા નીકળ્યા હતા. 31 તારીખે તેઓ દમણ આવ્યા બાદ સુરત તરફ આવ્યા હતા.
ત્યારબાદ મુસાફર પૈકીના એક જણે કાર ચલાવી હતી અને ડ્રાઇવર પાછળની સીટ પર સૂઇ ગયો હતો. 1લી તારીખે રાત્રે 12-30 વાગે એક્સપ્રેસ હાઇવેના ટોલનાકાથી 2 કિમી દૂર ગયા બાદ 40 વર્ષીય શખ્સે લઘુશંકા જવું છે, તેમ કહી કાર ઊભી રાખી હતી. દરમિયાન કાર ચાલક પણ નીચે ઊતર્યો હતો તે સમયે એક શખ્સે તેને ધક્કો મારી કાર લઈ ફરાર થયા હતા.
દરમિયાન પીસીબી પીઆઇ જે.જે.પટેલ અને તેમની ટીમે સીસીટીવીના આધારે બંને આરોપીને ઓળખી લીધા હતા અને દશરથ પાસે વોચ ગોઠવીને કાર લઇને આવી રહેલા શ્રવણ કાલુરામજી બિશ્નોઇ (રાજસ્થાન, હાલ વાપી)ને ઝડપી લીધો હતો. પૂછપરછમાં તેણે તેના સાથીદાર જયકિશન મેઘવાલ (રાજસ્થાન)ની સાથે મળી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કાર, મોબાઇલ તથા આરસી બુક કબજે કરી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.