કોરોનાવાઈરસ:હત્યાના 4 આરોપી પૈકી 1ને કોરોના પોઝિટિવ આવતાં પોલીસમાં દોડધામ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને પકડવા ગયેલા પોલીસ કર્મીઓને ક્વોરન્ટીન કરવા કવાયત

આજવા રોડ પર જય અંબે નગરમાં રહેતો સુજલ પરમાર 25 તારીખે જે પી નગર વુડાના મકાનમાં રહેતી માતાને મળવા ગયો હતો ત્યારે 10.30 વાગે 40 ક્વાર્ટરમાં રહેતા રાહુલ કમલેશ વસાવા, દિપક ઉર્ફે ફન્ટીયો, પપ્પુ પવાર અને મનીષ કમલેશ વસાવાએ તેને મળવા બોલાવી લોખંડની કોશ, પાઇપ અને ચાકુ વડે હુમલો કર્યો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. 

હત્યાનો ગુનો નોંધી ચાર શખ્સોને ઝડપી પાડયા હતા
પરિવારે જણાવ્યું કે, ચાર માસ પહેલાં સુજલ જેલમાં હતો ત્યારે રાહુલે તેની પત્નીની છેડતી કરી હતી. જેથી જેલમાંથી બહાર આવેલા સુજલ અને રાહુલ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ચારેય જણાએ માર મારતાં સુજલે પોલીસમાં અરજી કરી હતી. આ અરજી પરત ખેંચવા તમામે સુજલને જેપી નગર પાસે બોલાવી હુમલો કર્યો હતો. બાપોદ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ચાર શખ્સોને ઝડપી પાડયા હતા.આરોપીઓ પૈકી રાહુલ વસાવા નામના આરોપીને કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા શુક્રવારે સાંજે આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેના પગલે રાહુલને પકડનારા બાપોદ પોલીસ કર્મચારીઓ કોણ હતા તે સહિતની તપાસ શરૂ કરાઇ હતી આ તમામ પોલીસ કર્મચારીઓ ને કવોરન્ટાઇન કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...